તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:વિજલપોરમાં મહેમાન બનીને આવેલી યુવતી પર શખ્સોએ રંગ લગાવવાની આડમાં છેડતી કરી, મારામારી થતાં ચાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ

નવસારી2 મહિનો પહેલા
 • સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતાં મારામારી થઇ
 • મારામારીના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા

નવસારીના વિજલપોરમાં મોટાભાગે વસતા ઉત્તરભારતીય પરિવારો ધુળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવતા હોય છે. જેને લઇને ઉત્સવનો ઉન્માદ તો ક્યારેક મોટા ઝઘડા કે માથાકૂટનું સ્વરૂપ ધારણ કરે છે. ગઇકાલે પણ યુવતી પર રંગ નાખીને છેડતી કરવાનો પ્રયાસ કરતાં મારામારી થઇ હતી અને પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

લક્ષ્મીનગર-2માં રહેતા ફરિયાદી નાનુ જાદવના ઘરે તેમના સાળાની દીકરી હોળી ધુળેટીના પ્રસંગે રહેવા આવી હતી. જેને લઇ પાડોશમાં રહેતા ચાર પાડોશીઓએ ધુળેટી પ્રસંગે યુવતી પર રંગ નાખીને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો જેને લઇ યુવતીના માસા નાનું જાદવે આ ચાર ઈસમો પાસે જઈને કેમ રંગ લગાવો છો તેવું તેને પૂછતાં ઉશ્કેરાયેલા ચાર યુવાનોએ બોલાચાલી કરીને ફરિયાદી સાથે મારામારી કરી હતી. જેમાં ફરિયાદી પૈકી બે શખ્સોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મારામારીનો વીડિયો વાયરલ

લક્ષ્મીનગર-2 માં બપોરે ત્રણ વાગ્યે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો. જેને પગલે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે ચાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરી છે. સાથે જ મારામારીમાં ઘાયલ બે ફરિયાદી હાલ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો