સાઇબર ક્રાઈમ:સોશિયલ મીડિયામાં ફોટા મૂકી બદનામ કરવા મુદ્દે ફરિયાદ

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજલપોરમાં સાઇબર ક્રાઈમનો ગુનો નોંધાયો
  • માતા, પુત્ર અને પુત્રીને બદનામ કરાયા

વિજલપોર ખાતે રહેતા યુવાને રાજકીય પાર્ટીના બેનર ઉપર સ્થાનિક મહિલા અને તેના પુત્રનો ફોટા મૂકી તેમને સોશિયલ મીડિયામાં બદનામ કરી દેવાના પગલે યુવાન વિરુદ્ધ આઈ ટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

વિજલપોરની છોટીબેન મિશ્રાએ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે, તેમના મહોલ્લામાં રહેતા ચન્દ્રકાંત સુગત વૈરાગી તેમજ પંકજ ચન્દ્રકાંત સુગત વૈરાગી (બન્ને રહેવાસી વિજલપોર, સુર્યનગર, તા,જલાલપોર, નવસારી) નાઓએ સોશ્યલ મીડીયામાં હિન્દી પોસ્ટ વાયરલ કરેલ છે કે, સમાજવાદી પાર્ટી જિલ્લા નવસારી (ગુજરાત) વિજલપોર નવસારી ” અન્યાય કે ખીલાફ આવાજ દો, આવાજ દો, ગિરફ્તાર કરો” તેવું દર્શાવી તેમના પરિવારના ફોટા મૂકી સોશ્યલ મીડીયામાં હીન્દી પોસ્ટ વાયરલ કરેલ છે.

જેમના વિરુદ્ધ આઇટીની કલમ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ અગાઉની એક મારામારીની પોલીસ ફરિયાદની અદાવત રાખી તેઓએ સોશિયલ મીડિયામાં ફોટા મૂકી તેમને બદનામ કરવાનો કારસો રચ્યો હતો. ફરિયાદ નોંધાતા આ ઘટના સંદર્ભે વધુ તપાસ વિજલપોર પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...