તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પશ્ચિમ બંગાળની સ્થિતિ અંગે નવસારી જનજાતિ સુરક્ષા મંચની ફરિયાદ

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રપતિને આવેદન મોકલી ન્યાયની માગ કરાઇ

તાજેતરમાં પશ્ચિમ બગાળમાં ચૂંટણી થયા બાદ જનજાતિના લોકો પર થયેલી હિંસા બાબતે તેમને ન્યાય મળે અને તેમને પુન:સ્થાપન માટે સરકાર મદદ કરે તેવી માંગ કરતું રાષ્ટ્રપતિને ઉદ્દેશીને નવસારીમાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ અને હાલમાં નિર્દોષ હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે અને હજારોની સંખ્યામાં હિન્દુઓને પલાયન થવા મજબૂર કરવામાં આવી રહ્યાં છે. આ અત્યાચારમાં જનજાતિના નિર્દોષ પરિવારોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.

વેસ્ટ બંગાળની સરકાર આ અસામાજિક તત્ત્વો સામે કોઈ કાયદેસર પગલાં ભરતી નહીં હોવાથી તે માટે જનજાતિ સુરક્ષા મંચ, જનજાતિ કલ્યાણ આશ્રમ, ગુજરાત પ્રાંત દ્વારા કલેક્ટરને વેસ્ટ બંગાળ સરકારના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જનજાતિ કલ્યાણ આશ્રમ, નવસારી જિલ્લાના કાર્યવાહ ગોરધનભાઈ પટેલ, પ્રાંત કાર્યવાહ છગનભાઇ ધીમ્મર, અનુપભાઈ રાઠોડ, રમેશભાઈ સોની, અરવિંદભાઈ વર્મા, શૈલેષ માળી, વિજયભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ ટંડેલ, છીબુભાઇ રાઠોડ, અલ્પેશભાઈ હળપતિ, નિલેશભાઈ તથા વનબંધુ કાર્યકર્તા હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...