નવસારીના સી.આર.પાટીલ સંકુલમાં રહેતા યુવાનને સુરતની એક મહિલાએ પ્રેમજાળમાં ફસાવીને લાખોના દાગીના અને રોકડા પડાવી લીધા હતા અને વધુ નાણાંની માંગ કરતા યુવાને પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો. આ બાબતે મૃતકના ભાઈએ મોબાઈલમાં સ્યુસાઇડ પૂર્વે કરેલી વિડીયો રેકોર્ડિંગના આધારે સુરતની મહિલા અને તેના પતિ સહિત 3 સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપી હોવાની ટાઉન પોલીસમાં FIR નોંધાવી હતી.
સુરતના કલ્પેશ પટેલે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેમના ભાઈએ 10 માસ પહેલા સી.આર.પાટીલ સંકુલમાં ઘરમાં આત્મહત્યા કરી હતી. જેના મોબાઈલમાં બે વિડીયો હતા, જેમાં સ્યુસાઇડ કરતા પહેલા સુરતની જાકીરા ઉર્ફે આયેશા અને તેના પતિ ઇરફાન બને (રહે. ઉન પાટિયા)એ તેના ભાઈ સાથે પ્રેમસંબંધ બાંધી લગ્ન કરવાની વાત કરી કપડાં તથા સોનાના દાગીનાનું શોપિંગ કરાવડાવી તેમજ બળજબરીથી પૈસા કઢાવી લઇ લગ્ન કરવાની વાત કરતા તેને ભેગાં મળી તેને માર મારી અવારનવાર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં ત્રણેય એ મળીને બળાત્કાર તથા છેડતીના ખોટા કેસોમાં ફસાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.