તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:અડદામાં આદિવાસીની જમીન પચાવી પાડવા ખોટુ સોગંદનામુ કરાતા ફરિયાદ

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ખોટા દસ્તાવેજ બનાવનારા ત્રણ સામે ગુનો નાેંધાયો

નવસારીનાં અડદા ગામે રહેતી આદિવાસી મહિલાનાં નામે આવેલી જમીનનું ત્રણ લોકોએ ખોટું વિલ બનાવી જમીન પચાવી પાડવા કોર્ટમાં દાવો દાખલ કર્યો, પણ કોર્ટે તેમનો દાવો નકાર્યો હતો. છતાં પણ જમીન પચાવી પડવાના ઈરાદે ત્રણ લોકોએ આદિવાસી મહિલા સાથે બોલાચાલી કરી જાતી વિષયક ગાળો આપતા અંતે આદિવાસી મહિલાએ તેમની વિરુધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.

નવસારી તાલુકાના અદડા ગામે બુધીયાભાઈ વસનજી હળપતિની પુત્રી બબલીબેન મંગુભાઈ હળપતિ રહે છે. બુધીયાભાઈ હળપતિનું અવસાન થયું હતું અને તેમની જમીન અદડા ગામે જુના બ્લોક નબર 511 અને 512 આવેલી છે. બબલીબેનના લગ્ન કબીલપોર ખાતે થયા હતા અને તેમની જમીન તેમની માતા શાંતાબેનનાં નામે હતી. બબલીબેન તેના સાસરે હોય તેમની ગેરહાજરીમાં તેમના મકાનની બાજુમાં આવેલી જુના બ્લોક નબર 511 અને 512 વાળી જમીન અમારી છે. તેમ કહીને પ્રેમિલા જગું પટેલ (રહે.ચાંગા ધનોરી)એ વસીયતનામું દસ્તાવેજો બતાવ્યા હતા. જેમાં બબલીબેનની માતાની ખોટી સહી કરી હતી.

તેમની માતા શાંતાબેન અભણ હતા અને તેમની બે જગ્યાએ સહી હતી અને સાક્ષી તરીકે અશોક ધીરુ પટેલ (રહે.મોગાર ગામ)અને રમેશ ધીરુ પટેલ (મોગાર)ની સહી હતી. જેથી પ્રેમિલા પટેલ દ્વારા જમીનનાં દસ્તાવેજો ખોટા બનાવ્યા હતા અને જમીન નામે કરવાનો દાવો પણ કર્યો હતો પણ કોર્ટે નકાર્યો હતા.

તેમ છતાં પણ બબલીબેનની જમીન ઉપર આવેલા ઝાડોની ડાળી પણ કાપી ગયા અને અવાર નવાર ગાળો બોલી જણાવતા કે, અમે જમીનનો કબજો લઈને જ રહીશું તેમ કહી અવારનવાર બબલીબેનને જાતિ વિષયક ગાળો આપતા હતા. જેને લઈને બબલીબેન હળપતિએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે તેમની મૃતક માતાનાં નામે ખોટું વિલ કરનાર પ્રેમિલાબેન પટેલ અને સહી કરનારા અશોક ધીરુ પટેલ (રહે.મોગાર ગામ )અને રમેશ ધીરુ પટેલ (મોગાર ) વિરુધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી હતી. વધુ તપાસ ડીવાયએસપી આર.ડી ફળદુ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો