નવસારી સ્ટેશન રોડ પર નારણલાલા સોસાયટીમાં રહેતા રમેશ સવજીભાઈ બાંભરોલીયાએ કલેકટરની કોર્ટમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે તેમની જગ્યા કબીલપોર મોટી ચોવીસીમાં આવેલી છે. જેનો નવો બ્લોક/સરવે નં-413 જુનો બ્લોક/સરવે નં. -431 ખાતા નં. 1983વાળી ખેડખાતાની ખેતીની જૂની શરતની જમીન કે જેની જંત્રી મુજબની જમીન/મિલકતની કિંમત રૂ. 12.78 લાખવાળી ખેડખાતાની જમીન આવેલી છે.
આ જમીન ઉપર તેમની જમીનની બાજુમાં આવેલ ઓકારેશ્વર પાર્કમાં રહેતાં રાજેશ મોદીએ વોલ કમ્પાઉન્ડ તોડી તેમની જમીનમાં પતરાનો શેડ બનાવી જમીન ઉપર કોંક્રીટનુ પાકુ ચણતર કરી, તેમાં ભેંસનો તબેલો બનાવી દીધો છે. રમેશભાઈની માલિકીની જમીનમાં આજથી આશરે ત્રણ વર્ષ પહેલાથી આજદિન સુધી ગેરકાયદે કબજો કર્યો હોય તે બાબતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ કરી હતી. આ બનાવની ડીવાયએસપી એસ.કે.રાય તપાસ કરી રહ્યાં છે.
જમીનની બાજુમાં રહેતા પાડોશીની હરકત
આરોપી રાજેશનું ઘર સોસાયટીમાં છેલ્લું આવેલું હોય તેનો લાભ લઇ સોસાયટીની વોલ તોડી જમીન પચાવી તેના ઉપર ભેંસનો તબેલો બાંધી વ્યવસાય કરતા હતા. જમીનનો કબજા માટે છેલ્લા 3 વરસથી દબાણ કર્યું હતું. જેનો કબજો નહીં છોડતા અંતે ફરિયાદ કરવી પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.