આચારસંહિતાની ફરિયાદ:સરપંચનો ઉમેદવાર બેલેટ પેપર બુથની બહાર લાવતા આચારસંહિતાની ફરિયાદ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છીણમ ગામનો વહેતો થયેલા વીડિયોમાં ચર્ચા કરતા શખસો. - Divya Bhaskar
છીણમ ગામનો વહેતો થયેલા વીડિયોમાં ચર્ચા કરતા શખસો.
  • જલાલપોરના છીમણ ગામમાં બનેલી ઘટના

જલાલપોર તાલુકાના છીણમ ગામે સરપંચના પદ માટે ચાર ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. ચૂંટણીના દિવસે એક ઉમેદવાર મતદાન મથકમાંથી બેલેટ પેપર બુથની બહાર લાવતા આચારસંહિતાનો ભંગ કર્યો હોય તે બાબતે જે તે ઉમેદવાર સામે ફોજદારી કાર્યવાહી કરવા સરપંચપદના અન્ય 3 ઉમેદવારોએ ભેગા થઈ તેનું ફોર્મ રદ કરવા ફરિયાદ આપી હતી.

જલાલપોર તાલુકાના છીણમ ગામે સરપંચપદ માટે ચાર ઉમેદવારો ઉભા છે. આ ચાર પૈકી સંજયભાઈ નામના ઉમેદવારે મતદાન સમયે મતદાન મથકેથી બેલેટ પેપર બુથની બહાર લઈ ગયા હતા અને તેમના કહેવાથી ભાવેશ નામના યુવાને આ બેલેટ પેપર પાછા મતદાન મથકમાં જઇ પેપરબોક્સમાં મૂકી દીધા હતા. આ બાબતે સરપંચના ઉમેદવાર ઉમેશભાઈ, જગદીશભાઈ અને ચેતનભાઈએ ભેગા મળી આચારસંહિતાના ભંગ બદલ સંજયભાઈ સામે કાર્યવાહી કરી તેમનું ફોર્મ રદ કરવા ફરિયાદ આપી હતી.

આ ચૂંટણીમાં ગોબાચારી થઈ હોય આ ચૂંટણી રદ કરવા માટે જણાવ્યું છે. આ ઉમેદવારની ઉમેદવારી રદ કરી એફ.આઈ.આર કરવા અને આવા સંજોગોમાં મત ગણતરી રદ કરવાની અપીલ કરી હતી. છીણમ ગામમાં બનેલી ઘટનામાં સરપંચના ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચાર બંધ થયો હોવા છતાં પણ આ ઉમેદવાર દ્વારા લાઉડ સ્પીકર દ્વારા ગામમાં પ્રચાર કરવામાં આવ્યો હતો.

તમામ ઘટનાનું મોબાઇલમાં રેકોર્ડિંગ કરતા ઘટના સામે આવી
છીણમ ગામે બેલટ પેપર મતદાન મથકમાંથી કેવી રીતે બહાર લાવ્યા અને કેવી રીતે પુનઃ મતદાન મથકે લઈ ગયા આ બધી વાતો ગામના જ જાગૃત નાગરિકે રેકોર્ડ કરી લીધી હતી. તેને આધારે આચારસંહિતાની ફરિયાદ કરવા માટે સરપંચના 3 ઉમેદવાર ભેગા થઈ ચોથા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...