વિવાદ:નવસારીમાં યુવાન પર હુમલા પ્રકરણમાં સામસામે ફરિયાદ

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીના રૂસ્તમવાડીમાં રહેતા યુવાન તેના મિત્ર મિથીલાનગરીમાં રહેતા હોય દિવાળીમાં પડોશમાં રહેતા યુવાનો ફટાકડા ફોડતા અને ગમે ત્યાં ફટાકડા નાખતા હોય તે બાબતે ઠપકો આપવા જતા યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. તેની અદાવત રાખીને મિથીલાનગરીમાં રહેતા 4 યુવાને રૂસ્તમવાડીમાં રહેતા યુવાન એકલો બાઇક પર જતો હતો ત્યારે તેને ઘેરી લઈ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઝપાઝપી થતા સામેના યુવાનને પણ ચપ્પુ વાગ્યું હતું.

આ ઘટનામાં બે જણાંને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોડી રાત્રિએ બન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી. નવસારીના રૂસ્તમવાડીમાં રહેતા યુવાન દિવ્યેશ કનૈયાલાલ કહારે ફરિયાદ આપતા જણાવ્યું કે તેઓ દિવાળી દરમિયાન મિથીલાનગરીમાં તેમના મિત્રને ત્યાં ગયા ત્યારે દિવાળીના દિવસે કિશન ઠાકોર, સાહિલ ટંડેલ, વિશાલ અને મયુરભાઈ નામના યુવાનોએ ફટાકડા ફોડી અન્ય લોકોને પણ પરેશાન કરતા હોય તે બાબતે તમામને ઠપકો આપતા તે યુવાનો સાથે દિવ્યેશની બોલાચાલી થઈ હતી.

બાદમાં બન્ન પક્ષ વચ્ચે સમાધાન થયું હતુ. જેની અદાવત રાખી તમામ યુવાનોએ મળી દિવ્યેશ ઠક્કરબાપા વાસ પાસેથી પસાર થતો હતો ત્યારે એક મંદિર પાસે ઘેરી લઈ તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેની જાણ દિવ્યેશે તેમના ભાઈને કરતા તેઓ પણ આવી દિવ્યેશને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સામાપક્ષે પણ ઇજાગ્રસ્ત સાહિલ જે.ટંડેલે દિવ્યેશ કહાર તેમના ભાઈ ચેતન અને જીગ્નેશ કહાર સાથે મળી તેમને મારમારી મોઢા પર ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ડો. જે.એન જોષી તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...