નવસારીના બંદરરોડ પર રેલવે તંત્ર દ્વારા હટાવાયેલા ઝૂંપડામા રહેતા લોકોને વૈકલ્પિક જગ્યા નવસારી પાલિકા આપે તે માટે કલેકટરને ઉદ્દેશીને આવેદનપત્ર આપ્યું હતું.નવસારીના રાયચંદ રોડ દરગાહની બાજુના ઝૂંપડાવાસીઓના ઝૂંપડા 22મી જાન્યુઆરીએ રેલવે તંત્ર દ્વારા હટાવાયા હતા. બાદમાં ઝૂંપડાવાસીઓએ લાગતાવળગતા અધિકારી, નવસારી પાલિકાના ચીફ ઓફિસર, કલેકટરને વારંવાર રહેવા માટે સરકારી ખુલ્લી જગ્યાની માંગણી કરી હોવા છતાં પરિણામ શૂન્ય આવ્યું હતું. છેલ્લા ચાર મહિનાથી ગરીબ ઝૂંપડાવાસીઓ ખુલ્લા આકાશ નીચે જ જીવી રહ્યા છે.
ઠંડી, તડકો તેમજ રાત્રિના અંધકારમાં આ ઝૂંપડાવાસીઓ જીવન ગુજારી રહ્યાં છે પરંતુ અધિકારીઓ તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. આ ઝૂંપડાવાસીઓ પાસે પુરાવારૂપે આધારકાર્ડ, મતદાન કાર્ડ, રેશન કાર્ડ છે અને ભારતના નાગરિક છે એવું ફલિત થાય છે તો સરકારે ઝૂંપડા તૂટ્યા બાદ ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થારૂપે સરકારી પડતર ખુલ્લી જગ્યા ફાળવી આપવી જોઈએ તેવુ વેદનાપત્રમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.