તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમોનો ભંગ ભારે પડ્યો:નવસારીમાં લગ્ન પ્રસંગે નિયમોને નેવે મુકનાર વરરાજા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 150 કરતા વધુ લોકો એકઠા થતા પોલીસે કાર્યવાહી કરી

નવસારી સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા લગ્નપ્રસંગે ઉપસ્થિત રહેતા લોકોની સંખ્યામાં વધારો કર્યો છે, તેમ છતાં કેટલાક લોકો નિયમોને નેવે મુકતા હોવાનું ધ્યાન પર આવ્યું છે. નવસારીમાં એક પરિવાર દ્વારા નિયમો કરતા વધુ લોકોને લગ્નપ્રસંગે એકઠા કરતા પોલીસે વરરાજા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વિજલપોરમાં આવેલી પાટીલ સમાજની વાડીમાં દોઢસોથી વધુ લોકો ભેગા થઇ ગયા હતા અને રંગેચંગે લગ્નની ઉજવણી થઈ રહી હતી તેવામાં પોલીસને નિયમો કરતાં વધુ લોકો ભેગા થયા હોવાની બાતમી મળતા તાત્કાલિક માણસો સાથે પહોંચી ગયા હતા અને નિયત સંખ્યા કરતાં વધુ લોકો લગ્નમાં મહાલી રહ્યા હતા તેને લઈ તાત્કાલિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને લોકોને સોશિયલ ડીસ્ટન્સીંગ રાખવા માટે આદેશ કર્યો હતો સાથે જ લગ્નની વિધિ પતી ગયા બાદ વરરાજા સહિત બે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કુલ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

વરરાજા યોગેશ પટેલ ને ક્યાં ખબર હતી કે તેના લગ્નના દિવસે તેને પોલીસ સ્ટેશન જવું પડશે સાથે જ અન્ય સંબંધી નારાયણ પાટીલ અને ભૂષણ પાટીલ વિરૂધ પણ કાયદેસરના પગલાં લઈને ત્રણ આરોપીઓ પોલીસ ચોપડે નોંધાયા છે. કોરોના સંપૂર્ણ નાબૂદ થયો હોય તેમ માની જાનેયા ઓ એ દોઢસોથી વધુ લોકો સાથેનો ભવ્ય વરઘોડો પણ કર્યો હતો જેની નોંધ લઇ વિજલપુર પોલીસે તાત્કાલિક કાયદેસર પગલાં લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...