ફરિયાદ:વિજલપોરના યુવાનની ડો.આંબેડકરના ફોટા સાથે મોર્ફ કરનારા સામે ફરિયાદ

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક ઈન્સ્ટાગ્રામ ધારક વિરુદ્ધ પોલીસમાં સાયબર ક્રાઇમનો ગુનો નોંધાયો

વિજલપોરમાં સાયબર ક્રાઇમના ગુના હેઠળ એક શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઇ છે. વિજલપોરમાં રહેતા વિકી કઢરેએ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના સંબંધીએ જાણ કરી કે ઈન્સ્ટાગ્રામ સોશિયલ એકાઉન્ટ ઉપર કાજલ ક્યુટ નામની યુવતીએ ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટા મોર્ફ કરી અપમાનજનક ટિપ્પણી કરી હતી.

આ બાબતે વિજલપોર પોલીસ મથકે દલિત આગેવાનો સાથે ફરિયાદ નોંધાવી હતી. વધુ જણાવ્યું કે સોશિયલ મીડિયા ઉપર કાજલ ક્યુટ નામની અજાણી યુવતીએ ફોટા એડિટીંગ કરી રાષ્ટ્રીય મહાપુરુષ એવા ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટા સોશિયલ મીડિયા પર વહેતા કરી ડો. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીની લાગણી દુભાવવાનું કૃત્ય કર્યું હોય કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

એકવાર એકાઉન્ટ ડિલીટ કર્યા બાદ નવું બનાવ્યું
વિજલપોરમાં રહેતા સુભાષ પવાર ઉર્ફે નાના, ગૌતમ ઢીવરે, પ્રભાકર શિંદે તથા રાજેશ મહાલ તેમજ અન્ય આગેવાનો સાથે મળી કાજલ ક્યૂટ નામની અજાણી યુવતીનું સોશિયલ એકાઉન્ટ બાબતે તપાસ કરતા કોઇ હકીકત મળી નથી. થોડા સમય બાદ આ જ યુવતીએ ઇસ્ટગ્રામ ઉપર ફરીથી આઇ.એમ.કિટકેટ 07 નામથી એકાઉન્ટ બનાવેલું છે, જે બાબતે પણ તપાસ કરતા મળી આવ્યું નહીં હોય જેથી રવિવારે નવસારી જિલ્લાના દલિત મુક્તિના સંગઠનના આગેવાનોએ સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ કરી હતી.

આગળની તપાસ સીપીઆઈ કરશે
વિજલપોરમાં ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટા અંગે સાયબર ક્રાઇમનો ગુનો હોય નોંધાયેલ ફરિયાદની આગળની તપાસ સીપીઆઈ કરશે. > એસ.એફ.ગૌસ્વામી, સિનિયર પીએસઆઈ, વિજલપોર

અન્ય સમાચારો પણ છે...