છેતરપિંડી:બોગસ સહી કરી જમીનના ખોટા વેચાણ દસ્તાવેજ બનાવનારા એડવોકેટ સહિત 8 સામે ફરિયાદ

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નવસારી તાલુકાના નાગધરા ગામે આવેલી જમીન વેચાણ આપવા સહી કરાવી અન્ય જમીન ઉપર બોગસ સહી કરી વેચાણ દસ્તાવેજો બનાવી દીધા હતા. આ બાબતે મૂળ માલિકને ખબર પડતા તેઓએ ફરિયાદ કરી હતી. જેમાં સહી કરનારા સ્થાનિકો અને દસ્તાવેજ બનાવનારા એડવોકેટ સહિત 8થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે એક આરોપીની અટક કરી છે. તાપી જિલ્લાના વાલોડમાં રહેતા નીતાબેન જયપ્રકાશ પટેલે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે તેમનાં વિદેશ રહેતા કાકાસસરા અમૃતભાઈ પટેલની જમીન ગોપલા ગામે આવેલી હતી.

જેને વેચાણ આપવા સાતેમ ગામના ઇશ્વર પટેલને પાવર ઓફ એટર્ની આપી હતી. ઈશ્વરભાઈ કાકા સસરાના કહેવાથી ગોપલા ગામે જતા હતા અને જમીનની દેખરેખ રાખતા હતા. એક દિવસ તેમના સ્વજન હિમેશભાઈને ખબર પડી કે તેમના કાકા સસરાની જમીન અન્ય ગામે નાગધરા અને સાતેમ ગામની જમીનના પણ વેચાણ દસ્તાવેજ થઈ ગયા હતા. જેની માહિતી પૂછપરછ કરતા જેમને પાવર ઓફ એટર્ની આપી હતી તેઓએ અન્ય જમીનના કાગળો ઉપર બોગસ સહી કરી વેચાણ દસ્તાવેજો બનાવ્યા હતા.

આ બાબતે ઈશ્વર પટેલ, હરિશભાઇ ઠાકોર, રાજેશભાઇ ઠાકોર, વિરલ પટેલ, બિપીન આહીર, ધર્મેશભાઇ ઠાકોર, મંગુભાઇ ઠાકોર સહિત એડવોકેટ પ્રથમથી જ તમામ હકિકતોથી જાણકાર અને માહિતગાર હોવા છતા જમીન વેચાણે આપવાની નહીં હોવા છતાં ખોટી સહી કરી વેચાણ દસ્તાવેજો બનાવ્યા હતા. ગ્રામ્ય પોલીસ મથકે તમામ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ આપતા ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...