તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નવસારીમાં મુથુટ ફાયનાન્સમાં સોનાના દાગીના ગીરવે મુકી છેતરપિંડી કરનારા 6 સામે ફરિયાદ

નવસારી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સોનાના અસલી જેવા દાગીના બનાવી લોકોને આપી તેના પર રૂ.1.18 કરોડની લોન લીધી
 • બે ભેજાબાજ યુવાનોની કરતૂત, ઓડિટ દરમિયાન દાગીના નકલી હાેવાનું બહાર આવ્યું

નવસારીમાં જલાલપોરમાં રહેતા બે યુવાને અસલી જેવા દાગીના બનાવીને તેમના ઓળખીતા મિત્રોને દાગીના ઉપર લોન લેવડાવી હતી. અસલ સોનાના દાગીના જેવા લાગતા આ દાગીના ઉપર મુથુટ ફાયનાન્સ દ્વારા 4 લોકોને 66 જેટલી લોન પર રૂ. 1.18 કરોડ આપ્યા હતા. કંપનીના ઓડિટરે આ દાગીનાની ચકાસણી કરતા દાગીનામાં સોનાનું ઢાળ ચડાવેલું હોવાનું નીકળ્યા બાદ નવસારી ટાઉન પોલીસ મથકે છ લોકો સામે મુથુટ ફાયનાન્સના મેનેજર સુજય સંજાણવાળા (રહે. અડાજણ, સુરત) ફરિયાદ કરતા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મુથુટ ફાયનાન્સ સોનાના દાગીના ગીરવે મૂકી લોન આપવાનું કામ કરે છે. કંપનીમાં સોનાના દાગીનાનું ઓડિટ કરાયું હતું. જેમાં ગોલ્ડ ઇન્સ્પેક્ટર રતિશ નાયર આવ્યા અને તેમની ઓફિસમાં મુકેલ ગોલ્ડની ચકાસણી કરી હતી. જેમાં ભવદિપ ચીકાણી (રહે.જલાલપોર), ધર્મેન્દ્ર ગેડિયા (રહે. પટેલ સોસાયટી), મયુર પાનસૂરિયા (રહે. જલાલપોર), રાજ રોકડ, યાજ્ઞિક લાઠીયા (રહે. સરથાણા, સુરત) દ્વારા સોનાના દાગીના ઉપર લોન મેળવી તે બધા સોનાના ઢાળ ચડાવેલા નીકળ્યા હતા. આ બાબતે તેમને જાણ કરી પણ તેઓ સાચા સોનાના દાગીના જમા કરાવવા આવ્યા ન હતા.

તેમની પૂછપરછ કરતા આ દાગીના જલાલપોરમાં સોનીનું કામ કરતા વિપુલ મોવલિયા અને દાનીશ મોવલિયા (રહે. શિવગંગા સોસાયટી, જલાલપોર)એ લોન માટે આપ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી કુલ 7 સામે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પીઆઇ વાઘેલા તપાસ કરી રહ્યા છે.

ફાયનાન્સના અધિકારીની પૂછતાછ કરાશે
મુથુટ ફિનકોર્પ કંપનીના અધિકારીઓએ સોનાના ઢાળ ચડાવેલા દાગીના ઉપર અધધ 66 જેટલી લોન કુલ રૂ. 1,18,10,797 આપ્યા હતા. અધિકારીઓએ આ દાગીના સોનાના કે માત્ર ઢોળ ચડાવેલા હોય તે કેમ નક્કી ન કરી શક્યા. આ બાબતે ટાઉન પોલીસ ઊંડી તપાસ કરશે તેવી માહિતી મળી છે.

સોનાના દાગીના બનાવવામાં માહિર મોવલિયા બંધુ ફરાર
જલાલપોરમાં જ્વેલર્સની દુકાન ચલાવતા મોવલિયા બંધુ તેમના ગ્રાહકોને પણ સોનાના દાગીના જણાવી નકલી સોનુ વેચતા હતા. તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે. જોકે મોવલિયા બંધુ ફરાર હોવાની પોલીસે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો