ફરિયાદ:નવસારીમાં સુરક્ષાના સાધન વિના ફટાકડા વેચનાર 4 સામે ફરિયાદ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરવાનગી કે લાયસન્સ ન હોય ચાર વેપારીની અટક

નવસારી જિલ્લામાં કોઈપણ જાતની પાસ પરમીટ કે લાયસન્સ વગર જાહેર માર્ગ પર ફટાકડા વેચનારા 4 વેપારીની પોલીસ દ્વારા જાહેરનામાં ભંગ બદલ અટક કરવામાં આવી હતી.બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ નવસારી જિલ્લામાં આવેલા જાહેર રોડ પર પાસ પરમીટ અને સુરક્ષાનાં સાધનો વગર સ્ફોટક પદાર્થ (ફટાકડા) વેચતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી ચાર વેપારીની જાહેરનામાં ભંગ બદલ અટક કરી હતી. જેમાં નવસારી ટાઉન પોલીસનાં અપોકો કિરણભાઈ દિનેશભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે નવસારીનાં જાહેર માર્ગો ઉપર વગર પાસ પરમીટ અને સેફટીનાં સાધનો અને રેતી ભરેલી ડોલ, પાણી ભરેલી ડોલ ન રાખી માર્ગ પરથી પસાર થતા લોકોની જિંદગી જોખમમાં મુકાય તેમ હોય બે વેપારી દિનેશ રમેશભાઈની લારીમાં મુકેલ રૂ.1950 અને બાલાભાઈ પોપટભાઈ પાસેથી રૂ.1950નાં ફટાકડા, નવસારી ગ્રામ્યનાં ગ્રીડ સ્વામિનારાયણ મંદિરની પાછળ શુભમ કિરાણાનાં માલિક મનોજ અગ્રવાલની દુકાનમાં સેફટીનાં સાધનો ન હોય તેમની જાહેરનામાં ભંગ બદલ ડિટેઈન કર્યા હતા. જયારે ચીખલીનાં ખેરગામ રોડ પર ફટાકડાની દુકાન ચલાવનાર રવિન્દ્ર રમણભાઈ હળપતિની દુકાનમાં કોઈપણ ફાયર સેફટી કે અન્ય સાધનો ન મુક્યા હોય પોલીસે તેમની પણ જાહેરનામાં ભંગ બદલ ડિટેઈન કર્યા હતાય એસઓજીના દિનેશભાઈ ફૂલસિંગે ફરિયાદ આપી હતી. આ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...