ફરિયાદ:આસણામાં થાલાથી 3 ગૌવંશને કતલના ઇરાદે લાવનાર 3 ઇસમ વિરુદ્ધ ફરિયાદ

નવસારી3 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં આસણા ગામે ચીખલીથી કતલ માટે 3 ગૌવંશને લાવનાર 3 સામે ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરી 2 ઈસમની અટક કરી હતી. જ્યારે એક હજુ ફરાર હોવાની માહિતી સાંપડી છે. નવસારી ગ્રામ્યના એ.એસ.આઈ નઈમ ડોસખાન ને.હા.નંબર-48 ધોળાપીપળા ઓવરબ્રિજ પાસે વોચમાં હતા. દરમિયાન મળેલી બાતમીને આધારે ટેમ્પો (નં. GJ-22-U-3320)માં 1 વર્ષ 6 માસનું ગૌવંશ ભરેલ હોય તે બાબતે ડ્રાઈવર મહેશ ભગુ હળપતિની પૂછપરછ કરતા તેઓએ ચીખલીન થાલા ગામેથી આરીફ મુલતાનીએ ગૌવંશ આપ્યું હતું.

અને તે આસણાના મુસા ઇબ્રાહિમ ભામજી પોલ્ટ્રી ફાર્મમાં બાંધેલા હોવાની વાત જણાવતા પોલીસે કાર્યવાહી કરી હતી. વધુ પૂછપરછમાં તેઓએ બે ગાય પણ સવારે આપી હોવાનું જણાવતા વેસ્મા પોલીસ મથકે ફરિયાદ અપોકો સેંધાભાઈ હીરાભાઈએ આપી હતી. નવસારી ગ્રામ્ય પોલીસે 3 ગૌવંશને કતલમાં જતા અટકાવ્યુ હતું. પોલીસે ગાય મંગાવનાર આસણાના મુસા ભામજીની પણ અટક કરી હતી.

બન્ને ઘટનાના બે આરોપીના બે દિવસના રિમાન્ડ
ગૌવંશ કતલ ના ઇરાદે લાવનાર ડ્રાઈવરની અટક બાદ આસણાના પોલ્ટ્રીના માલિક મુસા ભામજીની અટક કરતા કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હજુ ચીખલીનો આરીફ મુલતાની ફરાર હોય પોલીસે અટક કરવાની કાર્યવાહી ચાલુ કરી છે. -પી.એચ.કચ્છવાહા, પીએસઆઈ, નવસારી ગ્રામ્ય

અન્ય સમાચારો પણ છે...