તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જલાલપોરના માણેકપોર ગામે લગ્નમાં જાહેરનામાં કરતા વધુ 250 માણસો ભેગા થઈ જતા કોરોના સંક્રમણ વધે અને સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા પોલીસે જાહેરનામાં ભંગનો કેસ કર્યો હતો. અહીં પોલીસની કાર્યવાહીનો નહીં, પરંતુ બેધારી નીતિનો ચોક્કસ વિરોધ છે. કારણકે, નેતાઓની સભાઓમાં કે ઉમેદવારી પત્ર ભરવામાં ટોળા શાહી સામે તાબોટા પાડતી પોલીસ માત્ર લગ્ન કે સગાઇ સમારોહમાં સૂરી બને છે. ત્યારે પોલીસની પારદર્શકતા કે નીડરતા સામે પણ સવાલ ઉઠે છે.
જલાલપોર તાલુકાનાં માણેકપોર ગામે રહેતા ફિરોઝભાઈ પઠાણનાં ઘરે લગ્નનો પ્રસંગ હોય મહેમાનોને લગ્નમાં બોલાવ્યા હતા. જેની નોંધ પોલીસનાં ઓનલાઈન એપમાં કરી હતી. જેને લઇને મરોલીના એએસઆઈ પુનાભાઈ સાળુભાઈ તપાસ અર્થે ગયા હતા. જ્યાં તપાસ દરમિયાન 250થી વધુ લોકો હોય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હોય જાહેરનામાના ભંગ બદલ 3 લોકોની અટક કરી હતી. જેમાં ફિરોઝખાન અનવરખાન પઠાણ (રહે. નવો મહોલ્લો, માણેકપોર), જહાંગીર હયાતખાન પઠાણ (રહે. વેસ્મા, હાજુપુરા) અને અલ્લારખું સલેહ વાઝા (રહે. ડાભેલ, તા.જલાલપોર) સામે જીપી એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો.ઘટનાની એએસઆઈ પુનાભાઈ સાળુભાઈ તપાસ કરી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.