કાર્યવાહી:નવસારીમાં સીસીટીવીનું રેકોર્ડીંગ ન રાખનાર 3 આંગડીયા સામે ફરિયાદ

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કલેક્ટરના જાહેરનામાના અમલ મુદ્દે પોલીસ એકશનમાં
  • કારીગરની​​​​​​​ વિગત ન રાખનાર દુકાનદારો સામે પણ કાર્યવાહી

નવસારી એસઓજીએ કલેકટરના જાહેરનામા ભંગના કેસો કર્યા હતા. જેમાં ગણદેવીમાં ધનોરી ચાર રસ્તામાં આવેલી બે દુકાનમાં કામ કરતા કારીગરોની વિગત નહીં આપતા બે દુકાનદાર અને નવસારીના સત્તાપીરમાં આવેલ આંગડીયાની પેઢીમાં પણ સીસીટીવીમાં 30 દિવસનું રેકોર્ડિંગ કર્યું નહીં હોવાનું જણાતા તેમના વિરૂદ્ધ કલેકટરના જાહેરનામા ભંગ બદલ અટક કરી હતી.

નવસારી એસઓજી પીએસઆઈ ડી.એન.ચૌધરી અને સ્ટાફ સત્તાપીરમાં આવેલા ત્રણ આંગડીયાની પેઢીમાં જે.પટેલ વિષ્ણુ કાંતિ આંગડીયા, જે.એચ.રમેશચંદ્ર આંગડીયા અને જે.વિક્રમ આંગડીયા પેઢીમાં તપાસ કરતા ત્રણ સામે સીસીટીવીમાં 30 દિવસનું રેકોર્ડિંગ કર્યું ન હતું. જેની સામે કલેકટરના જાહેરનામા ભંગના કેસ કર્યા હતા. આ બનાવની ટાઉન પોલીસ તપાસ કરી રહી છે.

જ્યારે ગણદેવી તાલુકામાં ધનોરી ચાર રસ્તા પર આવેલ નિશાર તવા ફ્રાય અને સુરતી એગ્સ નામની દુકાન ચલાવનાર બે દુકાનદારોએ દુકાનમાં કામ કરતા કારીગરોની માહિતી સ્થાનિક પોલીસ મથકે આપી ન હતી. જેને પગલે પોલીસે બન્ને દુકાનદારની કલેકટરના જાહેરનામાના ભંગ બદલ અટક કરી હતી. આ બનાવની ગણદેવી પોલીસ તપાસ કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે કાયદો અને વ્યવસ્થાનું સુચારૂ પાલન થાય તે માટે સીસીટીવી ફુટેજ તથા કર્મચારીઓની માિહતી રાખવાનું જરૂરી હોય છે. જેને લઇને જિલ્લા મેજીસ્ટ્રેટનું અવાર નવાર જાહેરનામું બહાર પાડતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...