તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીમાં આપ દ્વારા સુરતમાં આપના કોર્પોરેટર પર થયેલા અત્યાચારના વિરોધમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના ફ્લેક્ષ બેનર બનાવીને કલેકટર કચેરી પાસે સળગાવાયા હતા. પોલીસે આ ઘટનામાં આપના જિલ્લા પ્રમુખ સહિત 15 સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં સામેલ 5ની અટક કરી કોર્ટમાં રજૂ કરતા જામીન મુક્ત કર્યા હોવાની માહિતી ગ્રામ્ય પોલીસે આપી હતી.
નવસારી જિલ્લાના આપના પ્રમુખ ચંદ્રકાંત રાણા, ઉપપ્રમુખ વસીમ પાનવાળા, એડવોકેટ અમિત કચવે સહિત મહિલાઓએ સાંજે સાંસદ સી.આર.પાટીલના બનાવેલા ફ્લેક્ષ બેનર કલેકટર કચેરી બહાર જાહેરમાર્ગ પર સળગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બાબતે ગ્રામ્ય પોલીસના મહિલા પીએસઆઇ એસ.બી.ટંડેલે આ ઘટનામાં સામેલ 15 સામે કલેકટર કચેરી બહાર 200 મીટરની અંદર જાહેર રોડ પર ઉભા રહી કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. બીજા દિવસે આ ઘટનામાં સામેલ 5ની અટક કરી કોર્ટમાં રજૂ કરતાં તમામને જામીન પર મુક્ત કર્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.