તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુશીની લહેર:વીઘાદીઠ રૂપિયા 91 લાખ વળતરના ભાવે નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 80 ટકા રકમની ચુકવણીનો પ્રારંભ

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 28 ગામના 700 ખેડૂતને ચુકવણી થશે, પ્રથમ દિવસે બે ગામના 8 ખેડૂતને ચૂકવાયા

નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન અસરગ્રસ્ત 28 ગામોના 700 ખેડૂતોને 1 ચો.મી.ના રૂપિયા 900 બજાર ભાવ લેખે વીઘાદીઠ (2378 ચોરસ મીટર) મુજબ રૂપિયા 91 લાખ વળતર પેટે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વળતર નક્કી કરાયું હતું. સોમવારથી તેની ચુકવણીનો પ્રારંભ કરાયો છે. નવસારી જિલ્લાના ખડસુપા એન નવાગામના કુલ 8 ખેડૂતોને વીઘાદીઠ રૂ. 91 લાખ પૈકીની 80 ટકા રકમની ચુકવણી કરવાની તજવીજ શરૂ કરી દેવાઇ છે. આ રકમ તેમને આરટીજીએસ મારફત ચૂકવાશે. તે બાદ બાકીની 20 ટકા ચુકવણી પણ પૂર્ણ કરાશે. મંગળવારે વધુ 50 ખેડૂતોને પણ રકમની ચુકવણી કરવાનું આયોજન પણ કરાયું છે.

નવસારી જિલ્લામાંથી સરકારના બહુમૂલ્ય પ્રોજેક્ટ પૈકીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગ્રહણ લાગ્યું હતું. ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જતી જમીનની સામે બજાર કિંમતની માગણી કરી સરકારમાં ધા નાખી હતી. સરકાર સામે ખેડૂતોએ આક્રોશ ઠાલવી આ પ્રોજેક્ટને નવસારી જિલ્લામાં અટકાવી દેવા સુધ્ધાંની ચીમકી પણ આપી હતી.

આ વિવાદને પગલે નવસારી જિલ્લો બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે અણખામણો બન્યો હતો. જોકે, કેટલાક ખેડૂતોને અગ્રણીઓની કુનેહ નીતિને કારણે બુલેટ ટ્રેન ફરીથી પતરી પર ચઢી હતી. તેના પરિણામ સ્વરૂપે નવસારીના ખડસુપા અને નવાગામથી પ્રારંભ થયો છે. ગામના 8 ખેડૂતોને 3825 ચોરસ મીટર પ્રમાણે વીઘાદીઠ સૌપ્રથમ 80 ટકા રકમની ચુકવણીનો પ્રારંભ કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.

નવસારી જિલ્લામાં 700 જેટલા ખેડૂતોને આ જ રીતે વળતરની ચુકવણી કરવામાં આવશે. અગાઉ નવસારી જિલ્લામાંથી પસાર થતી બુલેટ ટ્રેનના વિરોધ વંટોળ વચ્ચે નવસારી જિલ્લા બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિ પણ બનાવાઇ હતી. જેના કન્વિનર તરીકે વિનોદચંદ્ર દેસાઇ (સી.એ.) રહ્યાં હતા. તેેમણે ખેડૂતો સાથે મળી સરકાર સાથે ખેડૂતોની માંગણી અંગે અવાર-નવાર રજૂઆતો કરી હતી.

જેમાં નવસારી જિલ્લાના ધારાસભ્યોએ પણ ખેડૂતોની માગણીને વ્યાજબી ઠેરવી મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચાડી હતી. નવસારી સાંસદ અને હાલના ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ આ બાબતે નવસારી જિલ્લાના ખેડૂતોની તરફેણમાં અભિપ્રાય આપી સરકારમાં રજૂઆત કરી હતી. જેને પગલે ખેડૂતોને વીઘાદીઠ 91 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કરાયો હતો. એ બાદ હવે આ ચુકવણીની શરૂઆત કરાતા નવસારી જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.

બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિના કન્વિનર વિનોદ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેડૂતોને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી લડતનો સુખદ અંત આવ્યો છે.

ચુકવણું થતાં ખેડૂતોમાં આનંદ
બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિના કન્વિનર અને CA વિનોદચંદ્ર દેસાઈએ જણાવ્યું હતું કે હવે સરકાર દ્વારા ખેડૂતોને ચુકવણીની શરૂઆત કરી દેવાતા ખેડૂત આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. આગામી દિવસોમાં તમામ કામગીરીને પૂર્ણ કરી બુલેટ ટ્રેન પ્રોજેકટ નવસારી જિલ્લામાંથી સફળતાપૂર્વક પસાર થાય તેવા પ્રયાસો કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો