પ્રાદેશિક મિટિંગ:કૃષિ યુનિ.ના કુલપતિઓની બેઠકનો પ્રારંભ

નવસારી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યવસાયલક્ષી નવા શોર્ટ ટમ અને સર્ટીફિકેટ કોર્સ બાબતે ત્રણ દિવસ ચર્ચા કરાશે

ધ ઈન્ડિયન એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી એસોસિએશન (IAUA) અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં રાજ્યમાં પ્રથમ વખત દેશની કૃષિ યુનિવર્સિટીઓનાં કુલપતિઓની પ્રાદેશિક મિટિંગ યોજાઇ છે. આ ત્રિદિવસીય પ્રાદેશિક મિટિંગના ઉદ્દઘાટન કાર્યક્રમમાં ન.કૃ. યુ.ના કુલપતિ ડો. ઝેડ.પી. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ ઉદ્દધાટન પ્રસંગે કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણના રાજયમંત્રી કૈલાશ ચૌધરીએ વર્ચ્યુઅલ માધ્યમથી શિક્ષણનીતિ, કૃષિ વિકાસ તેમજ FPOની રચના દ્વારા રોજગાર સર્જન અને ખેડૂતોની આવક બમણી કરવા માટે નવી તાંત્રિકીઓના વિકાસ અને સંશોધનથી મદદરૂપ થવા અપીલ કરી હતી.

અતિથિ વિશેષ તરીકે વીએનએસજીયુના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડા, જોઈન્ટ એમડી અસ્પી ગ્રુપ ઓફ કંપનીના કિરણભાઈ એલ. પટેલ, મુખ્ય મહેમાન તરીકે IAUAના ડો. રામેશ્વરસિંહ અને ડો. દિનેશકુમાર તથા કુલ વિવિધ કૃષિ યુનિ.ના 30 કુલપતિ ઉપસ્થિત રહ્યાં હતા.

નવસારી કૃષિ યુનિ.માં નવી શિક્ષણ નિતીના સંદર્ભમાં કૌશલ વિકાસ માટે વ્યવસાયલક્ષી નવા શોર્ટ ટમ અને સર્ટીફિકેટ કોર્સ બાબતે ચર્ચા કરવામાં આવશે. આ ત્રણ દિવસ બાદ દરેક કુલપતિની ભલામણોને સર્વાનુમતે નક્કી કરાયેલ ભલામણોને અન્ય કુલપતિઓ પાસે મોકલવામાં આવશે. આ મિટિંગના ઉદઘાટન સમયે નવસારી યુનિ.ના કુલપતિ ડો.ઝેડ.પી.પટેલની 2 વર્ષની કામગીરીનો ચિતાર આપતી 'પરિવર્તન' મેગેઝીન અને દર કવોટરમાં ઇ-ન્યૂઝ તરીકે બહાર પાડવામાં આવતી મેગેઝીન 'સ્પેક્ટ્રમ'નું વિમોચન કરાયું હતું.

12 રાજ્યોના 30 કુલપતિ ઉપસ્થિત
નવસારી કૃષિ યુનિ.માં યોજાયેલ 9મી પ્રાદેશિક મીટીંગ પ્રથમ વખત ગુજરાતમાં યોજાઈ છે અને આ પ્રથમ વખત જ યજમાનીનો અવસર નવસારી કૃષિ. યુનિ.ને મળ્યો છે. ઓલ ઇન્ડિયન એગ્રીકલ્ચર એસોસિએશનમાં 71 યુનિ. સંલગ્ન છે અને આ મિટિંગમાં 12 રાજ્યોના 30 જેટલા કુલપતિઓ હાજર રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...