કામગીરી:ધારાસભ્યના હસ્તે 5.50 કરોડના રસ્તાની કામગીરીનો પ્રારંભ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી-વિજલપોર પાલિકા દ્વારા જલાલપોર ધારાસભ્યના આર.સી.પટેલ અને પાલિકા પ્રમુખ જીગીશ શાહની ઉપસ્થિતિમાં સાડા પાંચ કરોડનાં ખર્ચે રસ્તા બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું છે. નવસારી-વિજલપોર પાલિકા હદ વિસ્તારમાં ચોમાસામાં ઘણા રોડ તૂટી ગયા છે. હવે મેઘરાજાએ વિરામ લેતા દશેરાના શુભદિનથી રસ્તા બનાવવાની કામગીરી આરંભી દેવાઇ છે.

14મા નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત 2 કરોડ 14 લાખથી વધુના ખર્ચે નવસારી શહેરનાં તીઘરા વાડી પાસે આવેલ નવકાર રેસીડન્સીમાં 11.76 લાખ, લુન્સીકુઈ વિસ્તારમાં પુષ્પવિહાર રેસિડેન્સીમાં 54.57 લાખ, કબીલપોર ખાતે આવેલ બારડોલી રોડથી સંઘ સુધીના રસ્તા માટે 17.00 લાખ અને ઘેલખડી વિસ્તારમાં ભીમાજી કોમ્પલેક્ષ પાસેે આંતરિક રસ્તા નિર્માણ માટે 10.20 લાખ અને અન્ય શેરીઓના રસ્તાઓ તથા રીકાર્પેટીંગ માટે 1.21 કરોડના કામ કરાશે. આ ઉપરાંત નવસારી-વિજલપોર શહેરના અનેક વિસ્તારોમાં કુલ સાડા પાંચ કરોડનાં ખર્ચે ડામરના રસ્તા બનાવાશે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, પાલિકા બાંધકામ સમિતિના ચેરમેન જગદીશ મોદી સાથે નગરસેવકો પ્રશાંત દેસાઇ, જાગૃતિબેન શેઠ અને પ્રિતિ અમીન પણ હાજર રહ્યાં હતા. આ સાથે જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...