ક્રિકેટ કૌશલ્ય:કોથમડીના ગ્રાઉન્ડ પર યોજાનાર 5 દિવસીય જલાલપોર પ્રિમિયર લીગનો રંગેચંગે પ્રારંભ, 10 ટીમ વચ્ચે મુકાબલો

દાંડીરોડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જલાલપોરના MLA આર.સી.પટેલે બેટીંગ તો ક્રિકેટર રાકેશ પટેલે બોલીંગ કરી મેચ શરૂ કરાવી

જલાલપોર તાલુકાના કોથમડી ગામે જલાલપોર પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. કોથમડી ગામના પુંજન ક્રિકેટ મેદાન ઉપર છેલ્લા ત્રણ વર્ષથી જલાલપોર તાલુકાની મેગા ઈવેન્ટ એવી જેપીએલ (જલાલપોર પ્રિમિયર લીગ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જલાલપોર કાંઠા વિસ્તારના પ્રતિભાશાળી ખેલાડીઓને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળે અને આવા ઉભરતા ખેલાડીઓ પોતાનામાં રહેલું ક્રિકેટ કૌશલ્ય બતાવી આગળ વધે એવા શુભ આશયથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.

છેલ્લા બે વર્ષના જેપીએલ-1 તથા જેપીએલ-2ના સફળ આયોજન બાદ જેપીએલ-3 નો પ્રારંભ જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે સોમવારે કરાવ્યો હતો. ટુર્નામેન્ટના પ્રારંભમાં આર.સી.પટેલે બેટીંગ અને ક્રિકેટર રાકેશ પટેલે બોલીંગ કરી આ ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં સાંઈ ઈલેવન, જેપી વોરીયર્સ, કિર્તી ઈલેવન, સાગર સમ્રાટ, નીલ ઈલેવન, પટેલ ઈલેવન, અનિતા એન્ટરપ્રાઈઝ, મા ઈલેવન, મા કૃપા ઈલેવન તથા પંથ ઈલેવન જેવી 10 ટીમ ભાગ લઈ રહી છે.

મર્યાદિત 10 ઓવરની ટુર્નામેન્ટ સતત પાંચ દિવસ સુધી કોથમડીના મેદાન ઉપર રમાશે જેના નિહાળવા કાંઠા વિસ્તારના ક્રિકેટરસિયાઓ મોટી સંખ્યામાં હાજર રહી મેચનો આનંદ માણશે. ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ રોશનીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ પટેલ, સામાપોરના અગ્રણી સુરેશભાઈ પટેલ, ગુલચમન કરાડીના પ્રમુખ કનુભાઈ પટેલ, મછાડ ગામના એનઆરઆઈ જયંતિભાઈ પટેલ, આમરીના વસંતભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટરસિયાઓ અને ખેલાડીમિત્રો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...