વાતાવરણમાં પલટો:ઠંડી ઘટી, લઘુત્તમ તાપમાનમાં 2.8 ડિગ્રીનો વધારો

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં 7મીએ લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયા બાદ રવિવારે તેમાં 2.8 ડિગ્રીનો વધારો થઈ 16.8 ડિગ્રી નોંધાયું હતું. જો કે સવારે ઠંડા પવનને કારણે લોકોએ ખુશનુમા વાતાવરણ અનુભવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીથી મળતી માહિતી મુજબ રવિવારે મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોધાયું હતું. જયારે લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું હતું. જયારે સવારે ભેજનું પ્રમાણ 66 ટકા અને બપોરે 46 ટકા નોંધાયું હતું. જયારે પવન પ્રતિ કલાકે 6.5 કિ.મી.ની ઝડપે ફૂંકાતા વાતાવરણ ખુશનુમા રહ્યું હતું. આગામી દિવસોમાં પવનને કારણે તાપમાનમાં ઘટાડો થશે તેવી માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...