તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૌકતેનો તોળાટો ખતરો:વાવાઝોડા સંભવિત સંકટના પગલે નવસારીના દરિયાકાંઠાના ગામો એલર્ટ કરાયા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

નવસારી2 મહિનો પહેલા
  • જલાલપુરના 14 અને ગણદેવીના 2 ગામોને અલર્ટ કરવામાં આવ્યા

ગુજરાતના દરિયા કિનારા પર તૌકતે વાવાઝોડાનું સંકટ મંડરાય રહ્યું છે ત્યારે નવસારી જિલ્લાના દરિયાકિનારાને પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ એલર્ટ બની છે અને દરિયાને અડીને આવેલા ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે.

દરિયામાં ગયેલી બોટને પાછી બોલાવવામાં આવી છે અને દરિયા કિનારો ધરાવતા ગામોના તલાટીઓને ગામ ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. વાવાઝોડાના સંભવિત ખતરા ની સામે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે.

હાલમાં તંત્ર કોરોના કેસ અને વેક્સિનેશનની કામગીરી વ્યસ્ત છે ત્યારે દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ વાવાઝોડાના ખતરાએ દસ્તક દીધી છે ત્યારે વહીવટીતંત્ર વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાં જ સંભવિત રીતે ટકરાય તો કઈ રીતે સ્થળાંતર કરી શકાય અને કઈ રીતે લોકોને બચાવી શકાય તે માટેની પણ પ્લાનિંગની શરૂઆત કરી છે. દરિયા કિનારો ધરાવતા તાલુકા ની વાત કરવામાં આવે તો જલાલપુર 14 અને ગણદેવીના 2 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...