ઢોરની અડફેટે મોત:મૃતકના પિતાની પાલિકાના સીઓ, હોદ્દેદારો સામે ગુનો નોંધવા અરજી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાઇક રખડતા ઢોરની અડફેટે આવતા ખડસુપાના યુવાનનું મૃત્યુ થયુ હતું

નવસારીની ગાર્ડા કોલેજમાં ફાઇનલ પરીક્ષા આપવા આવેલા ખડસુપાના નવયુવાનની બાઈક રખડતા ઢોર સાથે અથડાતા ઘટનાસ્થળે તેનું મોત થયું હતું. આ ઘટનામાં જવાબદાર નવસારી-વિજલપોર નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપર ફરિયાદ દાખલ કરવા ગ્રામ્ય પોલીસમાં મૃતક યુવાનના પિતાએ લેખિતમાં અરજી આપી હતી.

નવસારીના ખડસુપા ગામે રહેતા મુકેશભાઈ હળપતિનો પુત્ર વિશાલ (ઉ.વ. 20) ગાર્ડા કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે બી.કોમ.ના છેલ્લા વર્ષના અંતિમ પેપરની પરીક્ષા આપવા બાઈક પર તેના મિત્ર સાથે 11મી ઓગસ્ટે આપવા આવ્યો હતો. સવારે 9.30 વાગ્યાના સમયગાળા દરમિયાન કાલિયાવાડી એબી સ્કૂલ પાસે રસ્તામાં અચાનક બે ભેંસ આવી જતા બાઈક તેની સાથે અથડાઈ હતી. જેમાં વિશાલ હળપતિનું ઘટનાસ્થળે મોત થયું હતું અને એકને ઇજા થઇ હતી. આ ઘટનામાં કોઈ ફરિયાદ નોંધાવામાં નહીં આવતા બુધવારે ગ્રામ્ય પોલીસમાં અરજી આપી હતી અને દોષિત વિરુદ્ધ કાર્યવાહી કરવા અપીલ કરી હતી.

અરજીમાં જણાવ્યું કે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા જાહેર જનતાને શારીરિક સલામતી જાળવવાની જવાબદારી હોવા છતાં રખડતા ઢોરને ઝબ્બે જવાબદારી નિભાવી નહીં હોય આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, પાલિકા પ્રમુખ જીગીશ શાહ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અશ્વિન કાસુંદરા અને તપાસમાં નીકળે તેમના વિરુદ્ધ આઈપીસીની કલમ 166, 279, 290, 338, 304, 114 અને સીઆરપીસીની કલમ 133 મુજબ કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવા જણાવ્યું હતું. આ બનાવ અગાઉ ગ્રામ્ય પોલીસે મૃતકના પરિવારને તપાસ કરી ગુનો નોંધવા માટે હૈયાધરપત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...