અનંત પટેલનો અસંતોષ:CMની તાપી-નર્મદા રિવર પ્રોજેક્ટ રદ કર્યાની જાહેરાત સામે વાંસદાના ધારાસભ્યની શ્વેતપત્ર જાહેર કરવાની માંગ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે આદિવાસી સમાજનો રોષ પારખીને આ પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય કર્યો
  • આગામી 27મી તારીખે વાંસદામાં આ પ્રોજેક્ટને લઇને મહારેલીનું પણ આયોજન
  • સમગ્ર પ્રોજેક્ટ કર્યો એનું શ્વેતપત્ર બહાર પાડવામાં આવે ત્યારે જ તેઓ માનશે તેવી માંગ

ડાંગ જિલ્લાના બહુચર્ચિત તાપી-નર્મદા રિવર પ્રોજેક્ટનો આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ કરાયો હતો. ત્યારે આ પ્રોજેક્ટ શરૂ ન થાય તે માટે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પણ આદિવાસી સમાજ સાથે ઉભા રહીને રાજ્ય સરકારનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે આદિવાસી સમાજનો રોષ પારખીને આ પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે શનિવારે સુરત ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ યોજીને આ પ્રોજેક્ટ રદ કરવાને લઈને જાહેરાત કરી હતી. પરંતુ આ મૌખિક જાહેરાતથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને સંતોષ ન થયો હોવાથી તેમણે શ્વેતપત્ર જાહેર કરીને આ પ્રોજેક્ટ રદ કર્યાનું જાહેર કરવાની માંગ કરી હતી.

મહાદેવભાઇ દેસાઇ, રાજકીય િવશ્લેષક.
મહાદેવભાઇ દેસાઇ, રાજકીય િવશ્લેષક.

ડાંગ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચેકડેમ બનાવીને પાણીની સમસ્યા ઉકેલવા માટે તાપી-નર્મદા રિવર પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આદિવાસી સમાજે આ પ્રોજેક્ટના પગલે વિસ્થાપિત થવાથી જંગલ, જમીન અને ઘર છોડી બીજે ક્યાંક રહેવા જવું પડશે તેવા વિચાર સાથે રાજ્ય સરકાર સામે આ પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી હતી. જેને લઇને ધરમપુર, ગાંધીનગર, વાંસદા, નવસારી જેવા અનેક વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા મોટી સંખ્યામાં આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પહેલા દિવસથી સમગ્ર પ્રોજેક્ટ કર્યો એનું શ્વેતપત્ર બહાર પાડવામાં આવે ત્યારે જ તેઓ માનશે તેવી માંગ કરી છે. સાથે આગામી 27મી મેના દિવસે વાંસદામાં વિશાળ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી હતી. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેવામાં કોંગ્રેસ માટે આદિવાસી વિસ્તારમાં તાપી-નર્મદા રિવર પ્રોજેક્ટનો મુદ્દો કેન્દ્રમાં રહેશે તેમાં કોઈ બેમત નથી.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા મુજબ છેલ્લા અનેક સમયથી આ પ્રોજેક્ટ માટે જાહેરાત કરવામાં આવી રહી છે. પરંતુ અમે મૌખિક જાહેરાતમાં માનતા નથી, આ અંગે શ્વેતપત્ર આપવામાં આવે. સાથે જ આગામી 27મી તારીખે વાંસદામાં આ પ્રોજેક્ટને લઇને મહારેલીનું પણ આયોજન થવા જઈ રહ્યું છે.

જ્યાં સુધી શ્વેતપત્ર બહાર નહીં પડે ત્યાં સુધી અમારૂ આંદોલન ચાલુ જ રહેશે
ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ યોજનાને વિપક્ષનું તૂત કહેતા હતા. જે દર ઈલેકશન વખતે ઉભુ કરાય છે. પણ સરકારની આવી કોઇ યોજના છે જ નહીં તેમ કહીં લોકોને ગેરમાર્ગે દારતા હતા. કોંગ્રેસે તેમના સમયમાં આવી યોજના મંજૂર કર્યાનું જણાવ્યું પોતાનો બચાવ કરાતો હતો. હવે કેન્દ્ર સરકારે યોજના સ્થગિત કરી હોવાનું જણાવી લોકોને ગેરમાર્ગે દોરાઇ રહ્યાં છે. ચૂંટણીને લઇ લોકોને લોલીપોપ આપવાનું કામ છે. જે અમને મંજૂર નથી. જ્યાં સુધી શ્વેતપત્ર જાહેર ન કરાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. 27મીના રોજ 25 હજાર ભાઇ-બહેનો સાથે વાંસદા પ્રાંતને આવેદન આપી િવરોધ પ્રદર્શન કરાશે. - અનંતભાઈ પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી.

શ્વેતપત્ર બહાર પાડવાનો જ એકમાત્ર વિકલ્પ
જ્યાં સુધી શ્વેતપત્ર બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી કોઇપણ જાહેરાતો માન્ય ગણી શકાય નહીં. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાં માત્રને માત્ર રાજકીય જાહેરાત કરી લોકોને ભરમાવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેમાં લાગી રહ્યું છે. ચોમાસુ સત્રમાં પાર્લામેન્ટમાંથી અિધકૃત રીતે તે બહાર પડાય પછી તે સ્વીકારી શકાય નહી. હાલ તે માત્ર રાજકીય જાહેરાત જ કહી શકાય. - મહાદેવભાઇ દેસાઇ, રાજકીય િવશ્લેષક.

વનવાસી શબ્દ સામે આપનો વિરોધ
21મી મેના રોજ રાજ્યના મુખ્યમંત્રીના સુરતના કાર્યક્રમમાં પત્રકાર દ્વારા ડાંગ જિ. પં. પ્રમુખ મંગળભાઈ ગાંવિતને પ્રશ્ન પૂછ્યો કે આદિવાસી સમાજના વિરોધના કારણે આ ડેમ રદ કરવામાં આવ્યા છે ત્યારે જિ.પં. પ્રમુખ મંગળભાઈ ગાવિત દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે ડાંગના વનવાસીઓની માંગણી હતી. આદિવાસીની જગ્યાએ વનવાસી શબ્દના નિવેદનથી આદિવાસીઓનું અપમાન કર્યું છે તો ડાંગ આપની માગ છે - મનિષભાઈ મારકણા, પ્રભારી, ડાંગ જિલ્લા આપ

અન્ય સમાચારો પણ છે...