ચાલુ સભાએ લોકોનું પલાયન:વાઘરેચમાં ટાઇડલ ડેમના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં CM દોઢ કલાક મોડા પડ્યા, લોકોએ ગરમીથી અકળાઈને કાર્યક્રમમાંથી ચાલતી પકડી

નવસારીએક મહિનો પહેલા
  • આજે બપોરે 12:15 વાગ્યે સીએમનું સભાસ્થળ પર પહોંચવાનું પ્લાનિંગ હતું
  • આજે જિલ્લામાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું, મસમોટા ડોર્મમાં વેન્ટીલેશનની મુશ્કેલી ઉભી થઈ
  • ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસે લોકોને મનાવવાના પ્રયાસો કર્યા, સઘળું વ્યર્થ ગયું

હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેને કારણે લોકો ગરમીથી અકળાઈ ઊઠ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઘરેચ ખાતે ટાઈડલ ડેમના ખાતમૂહુર્ત પ્રસંગમાં હાજર રહ્યા હતા. જેમાં સીએમ દોઢ કલાકથી વધુ મોડા પડતાં સભા સ્થળમાં ગરમીથી અકળાયેલા લોકોએ ચાલતી પકડી હતી.

પોલીસે પણ લોકોને મનાવવાના પ્રયાસો કર્યા
પોલીસે પણ લોકોને મનાવવાના પ્રયાસો કર્યા

આજે શુક્રવારે બપોરે 12:15 વાગ્યે સીએમનું સભાસ્થળ પર પહોંચવાનું પ્લાનિંગ હતું. પરંતુ તેનાથી આશરે દોઢ કલાકથી વધુ સમય વીતી ગયા બાદ પણ CMને કોઈક કારણોસર મોડું થયું હતું. જેને કારણે સભામાં પ્રથમ દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભજન શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ લોકો પરસેવો પાડતી ગરમીને કારણે રેબઝેબ થયા હતા જેના કારણે એક બાદ એક ખુરશીઓ ખાલી થવાની શરૂઆત થઇ હતી.

નેતાઓ મોટાભાગે કાર્યક્રમોમાં મોડા આવવા માટે જાણીતા હોય છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ પણ વાઘરેચમાં દોઢ કલાકથી વધુ મોડા પડ્યા હતા. જેને લઈને કાળઝાળ ગરમીમાં લોકોને અકળામણ શરૂ થઈ હતી. આજે જિલ્લાનું 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કાર્યકમમાં બનાવેલા મસમોટા ડોર્મમાં વેન્ટીલેશનની મુશ્કેલી ઉભી થઈ હતી. જેથી CM ભૂપેન્દ્ર પટેલને સાંભળ્યા વિના જ લોકોએ અધવચ્ચેથી જ ચાલતી પકડી હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જો કે ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસે લોકોને મનાવવાના પ્રયાસો કર્યા હતા પણ તેઓ તેમાં સફળ ન થતા લોકોએ ડોર્મમાંથી બહાર નીકળવાનું જ ઉચિત માન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...