તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:દક્ષિણ ગુજરાતમાં વાતવારણ બદલાતા ખેડૂતો ચિંતામાં, ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન

ડાંગ12 દિવસ પહેલા

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વલસાડના કપરાડા ઉપરાંત ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આજે બપોર બાદ વાતાવરણમાં આવેલા એકાએક પલટાથી ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા હતા. ડાંગ જિલ્લામાં આહવા સહિતના પંથકમાં બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. આદિવાસી પંથક અને જંગલ વિસ્તારથી ઘેરાયેલા આ જિલ્લામાં માવઠામાં ખેતીને વ્યાપકન નુકસાન જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.

સાપુતારાના તળેટી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો ત્યારે આજરોજ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડકનો વધારો થયો છે, આગામી ઉનાળામાં પકનાર કેરી તેમજ શાકભાજી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કે કમોસમી વરસાદ તેમના પાકને નુકસાન કરી શકે તેમ છે ત્યારે હાલમાં ડાંગમાં ચણા અને આંબાની કલમો મા નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો