નવસારી ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ આજે સવારે 8:00 થી બપોર સુધી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સફાઈ અભિયાનનો આદેશ કર્યો હતો. જેને પગલે તમામ કર્મીઓએ પોતાની કચેરીની સાફ-સફાઈ કરી હતી. LCB ની વિઝીટ લઈ કર્મચારીઓ સાથે વન ટુ વન મુલાકાત પણ કરી હતી.
નવસારી જિલ્લામાં ઇન્ચાર્જ પોલીસ વડા તરીકે ચાર્જ લેતા ડો. કરણરાજ વાઘેલાએ જિલ્લાના 5 થી વધુ પોલીસ સ્ટેશનોની મુલાકાત લઈને સાફ-સફાઈ અભિયાન અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે આજે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સફાઈ અભિયાનની પણ જાહેરાત કરી હતી જેને પગલે પોલીસ કર્મચારીઓએ વહેલી સવારથી જ નાશ કરવા યોગ્ય દસ્તાવેજો જુના ભંગાર થઈ ગયેલા ડીટેન કરેલા વાહનોનો નિકાલ સહિત કચેરીને સુંદર અને સકારાત્મક વાતાવરણ વાળી કચેરી બને તે દિશામાં કાર્ય કરવા ની હાકલ કરી હતી.
કોઈપણ નાગરિક પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તેનાથી આકર્ષાય અને તેને ન્યાય મળશે તેવી આશા જાગે તે માટે પોલીસ સ્ટેશન એક આદર્શ સરકારી કચેરી બને તે માટે જિલ્લા પોલીસ વડાએ અભિયાન છેડ્યું હતું જેને સફળતા પણ મળી છે યુવા IPS અધિકારી તરીકે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવા સાથે તેમની વચ્ચે આત્મીયતા વધે તેવા હેતુથી પહેલા દિવસથી દિશા સૂચક સાથે ઉચ્ચ અધિકારીના સર્કલને તોડીને પોલીસ કોન્સ્ટેબલ જેવી રેંકના કર્મી સાથે હુંફ સાથે મુલાકાત કરી રહ્યા છે. પોલીસ અને નાગરિક વચ્ચે પણ અંતર ઘટે અને કચેરીમાં પ્રવેશતા જ નાગરિકને ન્યાય મળશે તેવો વિશ્વાસ થાય તે દિશામાં જિલ્લા પોલીસવાડા સતત કાર્યશીલ બન્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.