કરોડોનો ખર્ચ પાણીમાં:ઐતિહાસિક દાંડી મેમોરિયલ સ્ટેચ્યુના સ્થળે પાણી ભરાતા સફાઇ હાથ ધરાઇ

નવસારી4 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં ઐતિહાસિક દાંડી યાત્રાની યાદમાં દાંડી ખાતે કરોડોના ખર્ચે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક બનાવવામાં આવ્યું છે. વર્ષ 2019ની 30મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સ્મારકને ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જોકે, આઇઆઇટી મુંબઇ દ્વારા ડિઝાઇન બનાવ્યા બાદ સ્મારકની બનાવટમાં યોગ્ય ધ્યાન ન અપાતા સ્મારકમાં વરસાદ પડતા જ અવારનવાર પાણી ભરાય જાય છે.

જેનો નિકાલ ન થવાને કારણે આસપાસના વિસ્તારમાં લીલ જામી જતાં પ્રવાસીઓ માટે પણ એ વિસ્તારમાં હરવુ ફરવું મુશ્કેલ બની જાય છે. હાલ અહીં સાફસફાઇની કામગીરી હાથ ધરાઇ હતી. પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે જ્યા દાંડીયાત્રીઓના સ્ટેચ્યુ મૂકાયા છે તેનું યોગ્ય આયોજન સાથે કામગીરી ન કરાય હોવાના સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...