નજીવી બાબતે મામલો બિચક્યો:દશામાની પ્રતિમાનું વિસર્જન કરી આવતા બે જૂથ વચ્ચે લડાઇ, 5 જણાં હોસ્પિટલમાં

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | નવસારી
નવસારીમાં દશામાંની પ્રતિમાનું વિસર્જન કરી પરત આવતી વેળાએ અગાઉની અદાવત રાખીને દશેરા ટેકરીના યુવાનોએ છાપરા રોડના યુવાનો ઉપર હુમલો કરતા છાપરા રોડના 3 યુવાનોને ઇજા કરી હતી. આ ઘટના બાદ આ યુવાનોના મિત્રોએ વળતો હુમલો કરતા એક યુવાનને માર મારતા શરીરે ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘટના બાદ બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.
નવસારીના દશેરા ટેકરી ખાતે દશામાં માતાજીના દર્શન કરવા ગયેલ છાપરા રોડના યુવાન સાથે બાઇકની ચાવી લઈ લેવાના મુદ્દે ચકમક ઝરી હતી. જો કે આ બાબતે સમાધાન થઈ ગયું હતું, પણ માતાજીની પ્રતિમાનું વિસર્જન થઈ ગયા બાદ પરત બંન્ને જૂથના યુવાનો રસ્તામાં મળ્યા હતા. અગાઉની અદાવત રાખીને એપીએમસી માર્કેટ સામેથી પસાર થતા નિતેશ દંતાણી, વિશાલ, કરણ અને મોબિન ખાન નામના યુવાનો ઉપર 20 યુવાનોના ટોળાએ હુમલો કર્યો હતો. જ્યારે આ ઘટના બાદ છાપરા રોડ ખાતે રહેતા  વિશાલ ઠાકોર નામના યુવાનને દશેરા ટેકરી ખાતે ટોળું અપહરણ કરીને લઈ ગયું અને જાહેરમાં માર માર્યો હતો. જેમાં વિશાલનું જડબું પણ તોડી નાખ્યું હતું. શરીરે અને માથાના ભાગે ઇજા કરી હતી. જેને સારવાર માટે પારસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે નિતેશ દંતાણી, વિશાલ, કરણ અને મોબિન સાથે મળીને બ્લેડના ઘા ગળા, પીઠ, છાતીના ભાગે મારતા પગમાં પણ ઇજા કરી હતી. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવસારીમાં એક સપ્તાહમાં બીજી એક જૂથની બીજા સાથે અદાવતના પગલે ઘટના બની હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. - Divya Bhaskar
ભાસ્કર ન્યૂઝ | નવસારી નવસારીમાં દશામાંની પ્રતિમાનું વિસર્જન કરી પરત આવતી વેળાએ અગાઉની અદાવત રાખીને દશેરા ટેકરીના યુવાનોએ છાપરા રોડના યુવાનો ઉપર હુમલો કરતા છાપરા રોડના 3 યુવાનોને ઇજા કરી હતી. આ ઘટના બાદ આ યુવાનોના મિત્રોએ વળતો હુમલો કરતા એક યુવાનને માર મારતા શરીરે ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘટના બાદ બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. નવસારીના દશેરા ટેકરી ખાતે દશામાં માતાજીના દર્શન કરવા ગયેલ છાપરા રોડના યુવાન સાથે બાઇકની ચાવી લઈ લેવાના મુદ્દે ચકમક ઝરી હતી. જો કે આ બાબતે સમાધાન થઈ ગયું હતું, પણ માતાજીની પ્રતિમાનું વિસર્જન થઈ ગયા બાદ પરત બંન્ને જૂથના યુવાનો રસ્તામાં મળ્યા હતા. અગાઉની અદાવત રાખીને એપીએમસી માર્કેટ સામેથી પસાર થતા નિતેશ દંતાણી, વિશાલ, કરણ અને મોબિન ખાન નામના યુવાનો ઉપર 20 યુવાનોના ટોળાએ હુમલો કર્યો હતો. જ્યારે આ ઘટના બાદ છાપરા રોડ ખાતે રહેતા વિશાલ ઠાકોર નામના યુવાનને દશેરા ટેકરી ખાતે ટોળું અપહરણ કરીને લઈ ગયું અને જાહેરમાં માર માર્યો હતો. જેમાં વિશાલનું જડબું પણ તોડી નાખ્યું હતું. શરીરે અને માથાના ભાગે ઇજા કરી હતી. જેને સારવાર માટે પારસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે નિતેશ દંતાણી, વિશાલ, કરણ અને મોબિન સાથે મળીને બ્લેડના ઘા ગળા, પીઠ, છાતીના ભાગે મારતા પગમાં પણ ઇજા કરી હતી. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવસારીમાં એક સપ્તાહમાં બીજી એક જૂથની બીજા સાથે અદાવતના પગલે ઘટના બની હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.
  • નવસારીમાં એક જ સપ્તાહમાં બીજી જુથ અદાવતની ઘટના

નવસારીમાં દશામાંની પ્રતિમાનું વિસર્જન કરી પરત આવતી વેળાએ અગાઉની અદાવત રાખીને દશેરા ટેકરીના યુવાનોએ છાપરા રોડના યુવાનો ઉપર હુમલો કરતા છાપરા રોડના 3 યુવાનોને ઇજા કરી હતી. આ ઘટના બાદ આ યુવાનોના મિત્રોએ વળતો હુમલો કરતા એક યુવાનને માર મારતા શરીરે ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘટના બાદ બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

નવસારીના દશેરા ટેકરી ખાતે દશામાં માતાજીના દર્શન કરવા ગયેલ છાપરા રોડના યુવાન સાથે બાઇકની ચાવી લઈ લેવાના મુદ્દે ચકમક ઝરી હતી. જો કે આ બાબતે સમાધાન થઈ ગયું હતું, પણ માતાજીની પ્રતિમાનું વિસર્જન થઈ ગયા બાદ પરત બંન્ને જૂથના યુવાનો રસ્તામાં મળ્યા હતા. અગાઉની અદાવત રાખીને એપીએમસી માર્કેટ સામેથી પસાર થતા નિતેશ દંતાણી, વિશાલ, કરણ અને મોબિન ખાન નામના યુવાનો ઉપર 20 યુવાનોના ટોળાએ હુમલો કર્યો હતો.

જ્યારે આ ઘટના બાદ છાપરા રોડ ખાતે રહેતા વિશાલ ઠાકોર નામના યુવાનને દશેરા ટેકરી ખાતે ટોળું અપહરણ કરીને લઈ ગયું અને જાહેરમાં માર માર્યો હતો. જેમાં વિશાલનું જડબું પણ તોડી નાખ્યું હતું. શરીરે અને માથાના ભાગે ઇજા કરી હતી. જેને સારવાર માટે પારસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે નિતેશ દંતાણી, વિશાલ, કરણ અને મોબિન સાથે મળીને બ્લેડના ઘા ગળા, પીઠ, છાતીના ભાગે મારતા પગમાં પણ ઇજા કરી હતી. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવસારીમાં એક સપ્તાહમાં બીજી એક જૂથની બીજા સાથે અદાવતના પગલે ઘટના બની હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...