વિવાદ:નવસારી સૂપા 4 લેન રોડ બાબતે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે તડાફડી

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુપા ખાતે ભેગા થયેલ અસરગ્રસ્ત ખેડૂતો. - Divya Bhaskar
સુપા ખાતે ભેગા થયેલ અસરગ્રસ્ત ખેડૂતો.
  • સોમવારે જમીન સંપાદનને લઇ ફરી વિવાદ થયો

નવસારી સુપા 4 લેન રોડ મુદ્દે સોમવારે અધિકારીઓ સાથે જમીન સંપાદન મુદ્દે અસરગ્રસ્તોએ સુપામાં ઉગ્ર રજૂઆત કરી હતી નવસારી સુપા રોડને પહોળો કરી 4 લેન બનાવવાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે અને તે માટે નાણાં ફાળવ્યા બાદ કામ શરૂ કરાયું છે. જોકે રોડ પહોળો કરવા માટે ખાનગી જમીન, મિલકતોને અસર થવાની વાતે શરૂઆતથી જ વિવાદ સર્જાયો છે.

અસરગ્રસ્તો રોડ માટે આપવા તૈયાર છે પણ વિધિસર સંપાદન પ્રક્રિયા કરી સારું વળતર અપાય તેવી માગ કરી રહ્યાં છે. જમીનની માલિકી બાબતે પણ મતમતાંતર સરકાર અને અસરગ્રસ્તો વચ્ચે બહાર આવ્યા છે. આ દરમિયાન સોમવારે પુનઃ વિવાદ થયો હતો. સૂપા ગામેે સરકારી અધિકારીઓ અને અસરગ્રસ્તો વચ્ચે શાબ્દિક તડાફડી થઈ હતી. જોકે કોઈ ઉકેલ આવ્યાનું જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...