તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના જાગૃતિ:કોરોના વાયરસના જાગૃતિ અભિયાનને લઈને શહેરના વકીલે હનુમાનનો વેશ ધારણ કરીને શહેરીજનોને જાગૃત કર્યા

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મતદાન, મોંઘવારી જેવા અનેક વિષય પર જાગૃતિ અભિયાન ચાલવામાં આવે છે
 • વેક્સિનના પ્રતિકને ખભા પર ઉંચકી ત્રણ કિલોમીટર સુધી જાગૃતિ અભિયાન ચલાવ્યું

કોરોના વાયરસ અને તેની સામે રક્ષણ આપતી વેક્સિનને લઈને સમાજમાં જાગૃતિ આવે તે માટે અનેક સંગઠનો, સરકારી સંસ્થાઓ જાગૃતિ અભિયાન ચલાવીને જેમ બને તેમ લોકોને જાગૃત કરવાના પ્રયાસો કર્યા છે. ત્યારે નવસારી શહેરમાં વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા પ્રદીપ ગડકુશ વિવિધ જાગૃતિ અભિયાન દ્વારા વર્ષોથી મતદાન, મોંઘવારી જેવા અનેક વિષય પર જાગૃતિ અભિયાન ચાલવામાં પ્રખ્યાત છે, જેને લઈને તેઓ શહેરનું ધ્યાન આકર્ષિત કરે છે.

હનુમાનજીનો વેશ ધારણ કર્યો

રામાયણમાં જેવી રીતે મેઘનાથના બાણથી લક્ષ્મણજી મૂર્છિત થયા બાદમાં તેમને સારવાર માટે સંજીવની જડીબુટ્ટીની જરૂરિયાત ઊભી થઈ હતી. જેમાં હનુમાનજીએ પોતાની શક્તિ અને સામર્થ્ય વાપરીને દ્રોણગિરિ પર્વત પરથી સંજીવની લાવીને લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા હતા. તે કથા પરથી બોધપાઠ લઈને પ્રદીપ ગડકુશ કોરોના વેક્સિન સંજીવની બૂટી ગણાવીને વેક્સિનના પ્રતિકને ખભા પર ઉંચકી નવસારી સ્ટેશનથી લઈને જુનાથાણા ત્રણ કિલોમીટર સુધી જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું

અનોખો પ્રચાર

વકીલનો વ્યવસાય કરતાં પ્રદીપ ગડકુશના જણાવ્યા મુજબ સમાજમાં કોઈપણ સંદેશો આપવા માટે તેને નાટકીય સ્વરૂપ આપવું જરૂરી છે. કોઈપણ મેસેજને જન જન સુધી પહોંચાડવા માટે અનોખા અંદાજમાં વેશ ધારણ કરીને જો મેસેજ આપવામાં આવે તો તેની અસર ખૂબ ઉંડી હોય છે. પ્રદીપ ગડકુશ દ્વારા અત્યાર સુધી 10 થી વધુ વિવિધ વેશભૂષા ધારણ કરીને સંદેશાઓ આપવામાં આવ્યા છે. અને તેમને આ મામલે શહેરીજનો પાસેથી શુભેચ્છા અને આવકાર પણ મળ્યો છે. કોરોના વેક્સિન સુરક્ષિત છે તે સમજાવવા માટે તેમણે ધાર્મિક ગ્રંથ રામાયણનો સહારો લઈને સંજીવની બુટ્ટીનું ઉદાહરણ આપી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો