તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નવસારીમાં નાઈટ કરફ્યૂમાં શહેર પોલીસે ત્રણ દિવસ નરમ વલણ અપનાવ્યા બાદ ચોથા દિવસે 80થી વધુ લોકોની અટકાયત કરી

નવસારી16 દિવસ પહેલા
 • કડક કાર્યવાહીથી બિનજરૂરી રાત્રે બહાર આવનાર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો

રાજ્ય સરકારે અનેક શહેરોમાં નાઈટ કરફ્યૂ અમલી બનાવ્યો છે. ત્યારે નવસારી શહેરનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શહેરની સડકો પર ફરતા લોકો માટે ત્રણ દિવસ નરમ વલણ અને અપીલ કરીને આઠ વાગ્યા બાદ બહાર ન આવવા માટે સમજાવ્યા હતા. ત્યારે ત્રણ દિવસ વિત્યા બાદ ચોથા દિવસે પોતાની અસલી સ્ટાઇલમાં આવેલી પોલીસે નાઈટ કરફ્યૂનો ભંગ કરતા 80થી વધુ લોકોની અટકાયત કરી છે.

કોરોનાની ચેન તોડવા કરફ્યૂ જરૂરી છે

રાત્રિના સમયે બહાર ફરવા નીકળતા લોકો બંધ થાય તેવા ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે નાઈટ કરફ્યૂ અમલી બનાવ્યો છે. પણ કેટલાક લોકો મનમાની કરી સરકારના જાહેરનામાની એસીતેસી કરીને નિયમોની અમલવારી કરતા નથી. જેને લઇને પોલીસે ગત રાત્રિએ સખત વલણ અપનાવી કારણ વગર બહાર આવનાર લોકોની અટકાયત કરી હતી. આ કાર્યવાહીમાં વિજલપુર લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસકર્મીઓ જોડાયા હતા. પોલીસ કર્મચારીઓએ મોડી રાત્રી સુધી અટકાયત કરેલા લોકોની વિગત લઈ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

બહાર આવ્યા તો ખેર નહિ

નવસારી શહેરમાં આઠ વાગ્યા બાદ બિનજરૂરી બહાર આવતા શહેરીજનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. જેને લઇને શહેર પોલીસે આ મામલે નાઈટ કરફ્યૂનો અમલ થાય તે માટે પહેલા દિવસથી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો