કામગીરી:શહેરનો ફિલ્ટર પ્લાન્ટ 23 વર્ષે રિપેર

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવસારીના મુખ્ય ફિલ્ટરેશન પ્લાન્ટનું નવિનીકરણ કરાયું હતું. - Divya Bhaskar
નવસારીના મુખ્ય ફિલ્ટરેશન પ્લાન્ટનું નવિનીકરણ કરાયું હતું.
  • વોટર વર્કસ કમિટિના ચેરમેનની પ્રશંસનિય કામગીરીને લઇ આખરે લોકોને રાહત મળી

નવસારી શહેરમાં પાણીનો પુરવઠો સતત ત્રણ દિવસ ખોરવાયો હતો. આ બાબતે પાલિકાના વોટર કમિટીના ચેરમેને 23 વર્ષ બાદ મુખ્ય પાણીની લાઈનમાં રિપેર કામના કારણે પાણી પુરવઠો ખોરવાયો હોવાનું જણાવ્યું હતું.

નવસારી-વિજલપોર નગરપાલિકાના મુખ્ય ફિલ્ટરેશન પ્લાન્ટ દુધિયાતળાવમાં વર્ષ-1999મા 30 એમ.એલ.ડી નો આ પ્લાન્ટ કાર્યરત કરવામા આવ્યો હતો. લગભગ 23 વર્ષ બાદ જેનું રિપેરીંગનું કાર્ય હાથ પર લેવામાં આવ્યું હતું. 14મી માર્ચના રોજ કામ ચાલુ કરવામાં આવ્યું હતું, જે 16મી માર્ચના બપોરે કાર્ય પૂર્ણ થતાં નવસારી નગરજનોને સાંજથી રેગ્યુલર પાણીનો પુરવઠો આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું.

આ પ્લાન્ટના નવિનીકરણ માટે અંદાજીત 23 લાખનો ખર્ચ થયો હતો. ફિલ્ટરેશન પ્લાન્ટ પર ત્રણ જુદા જુદા બેડ પરથી પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, 450 એમ.એમ.ની એમ.એસ.ની લાઇન દ્વારા પાણીનું વહન થતું હતું. આ બેકવોશની લાઇનથી ઘનકચરો અને રજકણોનો નિકાલ કરી પાણીને શુદ્ધ કરવામા આવે છે. આ લાઈન અંદરના ભાગેથી ક્ષતિગ્રસ્ત થતા આ રિપેરીંગ કામ જરૂરી હતું. આ મેગા ઓપરેશનનુ કામ સતત 54 કલાકની મહેનતના અંતે પૂરું કરવામા આવ્યું હતું.

રિપેરીંગના કામમાં સમય જતા વિલંબ થયો
23 વર્ષ બાદ પાણીની મુખ્ય લાઈનનું રિપેરીંગને કારણે આગામી 25 વર્ષ સુધી નગરજનોને તકલીફ પડે નહીં. આ તકે નવસારીના નગરજનોએ સંયમ જાળવી સાથ સહકાર આપ્યો એ બદલ નગરજનોનો ઋણ સ્વીકાર કરીએ છીએ. આ કામગીરી દરમિયાન સતત 3 દિવસ કામ કરતા એક કર્મચારીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં પણ આવ્યો હતો. -પ્રશાંત દેસાઈ, ચેરમેન, વોટર કમિટી, નવસારી પાલિકા

અન્ય સમાચારો પણ છે...