નવસારી શહેરમાં વર્ષો બાદ પુનઃ શુક્રવારથી સિટી બસો દોડતી થઈ જશે. નવસારી શહેરમાં આશરે 40 વર્ષ અગાઉ સિટી બસ દોડતી હતી. જે બંધ થયા બાદ વર્ષો સુધી શહેરમાં સિટી બસ ન હતી. હવે વર્ષો બાદ પુનઃ સિટી બસો દોડશે. રાજ્ય સરકારની મુખ્યમંત્રી સિટી બસ યોજના અંતર્ગત બસો દોડશે. 13 ઓગસ્ટને શુક્રવારે સિટી બસ સેવાનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ શુક્રવારથી શહેરમાં 8 સિટી બસો 10 જેટલા નક્કી કરાયેલ રૂટ પર દોડશે. બસ 34 સીટની કેપેસિટીવાળી છે.
બસનું ભાડું મિનિમમ 5 રૂપિયાથી વધુમાં વધુ 10 રૂપિયા સુધી નિર્ધારિત કરવામાં આવ્યું છે. નક્કી કરેલ સ્ટોપ ઉપર બસો થોભશે. અહીં ઉલ્લેખનીય છે કે શહેરમાં દોડનારી સિટી બસ અદ્યતન છે. ઓટોમેટિક દરવાજો, લેંડ ડિસ્પ્લે બોર્ડ, સીસીટીવી અને વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ બસમાં છે. આ બસો રેલવે સ્ટેશનની સામેની જગ્યાએ હાલ ભેગી થશે.
આ 10 રૂટ પર બસ દોડતી થશે
સ્ટેશનથી એરૂ ચાર રસ્તા, ગાંધી કોલેજ, સ્ટેશનથી ગ્રીડ સિસોદ્રા, સ્ટેશનથી સાંઢકૂવા, પાલિકા-ડેપો, જૂનાથાણા, કાલીયાવાડી, કાછીયાવાડી, સ્ટેશનથી ટાવર, જૂનાથાણા, કાલીયાવાડી જકાતનાકા, સ્ટેશનથી ટાવર, મોટાબજાર, વિરાવળ નાકા, સ્ટેશનથી સાંઢકૂવા પોલીસ સ્ટેશન, આશાનગર ટાટા રોડ, સ્ટેશનથી જલાલપોર, ઘેલખડી, એરૂ ચાર રસ્તા, સ્ટેશનથી જલાલપોર, ઘેલખડી, વિજલપોર પાલિકા કચેરી, સ્ટેશનથી ગાંધીસ્મૃતિ ફાટક, સિસોદ્રા, સ્ટેશનથી કાલીયાવાડી નાકા, ઝવેરી સડક, ટાટા સ્કૂલ, દાંટીયાવાડ, ફુવારા, શાંતાદેવી રોડ, સ્ટેશન.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.