સુવિધા:નવસારી શહેરમાં આવતીકાલથી દોડતી થશે સિટી બસ, 5 થી 7 રૂપિયાના ભાડામાં લોકો કરી શકશે મુસાફરી

નવસારીએક વર્ષ પહેલા
  • આધુનિક ટેક્નોલોજીની મદદથી બસ સેવાનું કરાશે સંચાલન

નવસારી શહેર માં ભૂતકાળ બનેલી લોકલ બસ સેવા ફરીવાર શરૂ થવા જઈ રહી છે,અનેક શાસકોએ સિટી બસ સેવા શરૂ કરવા મથામણ કરી હતી પણ ઇચ્છાશક્તિના અભાવને કારણે યોજના માત્ર કાગળ પર રહેવા પામી હતી, ત્યારે નવા ચૂંટાયેલા યુવા શાસકોએ ચૂંટણી ઢંઢેરામાં માસ ટ્રાન્સપોર્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યા બાદ આવતી કાલે શહેરની સડકો પર સીટી બસ સેવા શરૂ કરવા જઈ રહ્યા છે.

જેને લઈને આજે રેલવે સ્ટેશન વિસ્તારમાં એક ટ્રાયલ રન રાખવામાં આવ્યો હતો. ટેકનોલોજી સાથે બસની કનેકટીવીટી લાઈવ જાણી શકાશે એન્ડ્રોઇડ એપ થકી બસના રૂટ અને લાઈવ લોકેશન અંગે માહિતી મળી શકશે. બસનું મેન ટર્મિનલ સ્ટેશનમાં બનાવવામાં આવશે જ્યાંથી GIDC, એરું ચાર રસ્તા,છાપરા ચાર રસ્તા,વિશાલ નગર,સર્કિટ હાઉસ વિરાવલ સહિતના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બસમાં શુ હશે સુવિધાઓ?

બસમાં મહિલાઓ માટે CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે,એન્ડ્રોઇડ એપ થી ભાડું,લોકેશન,રૂટ સાથે બસના ડોર ઓટોમેટિક હશે.

નવસારી વિજલપોર પાલિકા પ્રમુખ જીગીશ શાહના જણાવ્યા મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત આવતીકાલે સીએમ વિજય રૂપાણી ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરશે જેમાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ધારાસભ્ય પિયુષ દેસાઈ અને આર.સી. પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહેશે શહેરીજનોને પાંચ થી આઠ રૂપિયા નજીવા દરે એકથી બીજા સ્થળે જવા માટેની આ સસ્તી પરિવહન સેવા શહેરીજનોની સુવિધામાં વધારો કરશે.

અન્ય સમાચારો પણ છે...