તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતિક્ષાનો અંત:નવસારી શહેરમાં સિટી બસ શરૂ થવાની શક્યતા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ઘણા વર્ષોના પ્રયાસ બાદ ટેન્ડરીંગમાં સફળતા મળતા માર્ગ મોકળો બન્યો

નવસારી શહેરમાં જુલાઈની આખરમાં સિટી બસ સેવા શરૂ થઈ શકે છે. બસ સેવા ચલાવનારે ડ્રાઈવર, કન્ડક્ટરની ભરતીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.સરકારે નગરપાલિકાઓને સિટી બસ શરૂ કરવા યોજના જાહેર કરી હતી, જેમાં સરકારી સહાય મળે છે. આ યોજનાનો લાભ લેવા અહીંની નવસારી નગરપાલિકાએ પણ દરખાસ્ત કરી હતી જે મંજૂર થઈ હતી.જેના આધારે પાલિકાએ આગળની કાર્યવાહી કરી હતી અને તેનો કોન્ટ્રાકટ ગુરુકૃપા સ્માર્ટ સિટી બસ સર્વિસને મળ્યો છે.

આ પાર્ટીએ નવસારીમાં સિટી બસ શરૂ કરવાની તૈયારી કરી દીધી છે,જે અંતર્ગત બસ માટે જરૂરી ડ્રાઈવર, કન્ડક્ટર અને ડેપો મેનેજરની ભરતી કરવાની તજવીજ પણ શરૂ કરી દીધી છે.મળતી માહિતી મુજબ નવસારીમાં 10 જેટલા રૂટ પર 8 જેટલી બસ દોડાનાર છે. આમ તો બસ શરૂ થવાની ચોક્કસ તારીખ તો જાહેર કરાઈ નથી પણ જુલાઈની 14મી બાદ શરૂ થવાની શકયતા છે. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી શહેરમાં 40 વર્ષ અગાઉ એસ ટી નિગમ જ સિટી બસ દોડાવાતી હતી પણ તે બંધ કરાઈ હતી. છેલ્લા કેટલાક વર્ષથી પાલિકા બસ ફરી શરૂ કરવા પ્રયત્ન કરી રહી હતી.

સિટી બસ માટેના અગાઉ જે રૂટ નક્કી થયા હતા તેમાં 10 રૂટનો સમાવેશ થાય છે. સ્ટેશનથી એરૂ ચાર રસ્તા, ગાંધી કોલેજ, સ્ટેશનથી ગ્રીડ તે પછી સ્ટેશનથી સાંઢકુવા, નગરપાલિકા, ડેપો, જૂનાથાણા, કાલીયાવાડી, જકાતનાકા, કાછીયાવાડી જ્યારે અન્ય રૂટમાં સ્ટેશનથી ટાવર, જૂનાથાણા, કાલીયાવાડી જકાતનાકાનો સમાવેશ થાય છે. સ્ટેશનથી સાંઢકુવા, આશાનગર, ટાટા રોડ તેમજ જલાલરપોર, ઘેલખડી, એરૂ ચાર રસ્તા એ પછી જલાલપોર, ઘેલખડી, જૂની વિજલપોર પાલિકા કચેરી. આ ઉપરાંત સ્ટેશનથી ગાંધી સ્મૃતિ ફાટક, સિસોદ્રા સુધી રૂટ નક્કી કરાયો છે.

વધુમાં સ્ટેશનથી કાલીયાવાડી નાકા, ઝવેરી સડક, ટાટા સ્કૂલ, ફુવારા, શાંતાદેવી રોડ, સ્ટેશન સુધી મળી કુલ 10 રૂટ પર આગામી દિવસોમાં સિટી બસ સેવા શરૂ થાય તેવી શક્યતા રહેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં વર્ષોથી સિટી બસ સેવા શરૂ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ટેન્ડરની સંખ્યા ન આવતા તે કામગીરી અટવાતી રહી હતી. સંચાલોકોએ નવસારીમાં સિટી બસ સેવા શરૂ કરવા રસ દાખવ્યો ન હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પરિસ્થિતિ બદલાઇ છે અને ટેન્ડરીંગ થતાં ટૂંકાગાળામાં જ શહેરમાં સિટી બસ સેવા શરૂ થવાની શક્યતા વધી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...