તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:નવસારીમાં સિટી બસ શરૂ, વિકલાંગોને કાયમી તો બહેનોને રક્ષાબંધને ફ્રી મુસાફરી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના રામજી મંદિર હોલમાં ઇ-લોકાર્પણ કરાયું, તમામ બસમાં મહિલા કંડકટર
  • 10 રૂટ ઉપર દોડનારી આ 8 બસ સીએનજી હોવાના કારણે પ્રદૂષણ પણ ઘટશે

નવસારી શહેરમાં વર્ષો બાદ પુનઃ શુક્રવારથી સીટી બસસેવા દોડતી થઈ ગઈ છે.બસમાં તમામ કંડકટર મહિલા રાખવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અંતર્ગત નવસારી શહેરમાં 34 બેઠકો ધરાવતી સીટી બસો દોડતી થઈ ગઈ છે.શુક્રવારે સવારે આ બસ સેવાનું ઇ-લોકાર્પણ વાજતે ગાજતે કરાયું હતું,જેનો સમારંભ નવસારીના રામજી મંદિર હોલ ખાતે યોજાયો હતો.

10 રૂટ ઉપર દોડનારી આ 8 બસ સીએનજી હોવાના કારણે કારણે પ્રદુષણ ઘટશે.લોકાર્પણના પ્રથમ દિવસે વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત કરાઈ હતી,ઉપરાંત વિકલાંગો માટે કાયમ ફ્રી મુસાફરી રહેશે. પ્રથમ દિવસે સિટી બસ શરૂ થતાં જ તેમાં સૌ પ્રથમ નવસારી નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપરાંત જલાલપોરના ધારાસભ્ય અને ઉપદંડક આર.સી.પટેલ, નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરોએ બસ સેવાનો લાભ લીધો હતો અને આ સુવિધા માટે આનંદ વ્યકત કર્યો હતો.

મહિલા સશક્તિકરણને પ્રોત્સાહનનો અભિગમ
આપણે ત્યાં એસ ટી નિગમની બસોમાં તો ડ્રાઈવર ઉપરાંત કંડકટર પણ મહત્તમ પુરુષો જ હોય છે પણ સીટી બસમાં સરકારના મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના અભિગમને અનુરૂપ તમામ કંડકટર મહિલા રખાયા છે.આ ઉપરાંત આગામી રક્ષાબંધનના રોજ તમામ બહેનો માટે મુસાફરી બસના સંચાલકે ફ્રી કરી છે.

અન્ય સમાચારો પણ છે...