વિરોધ પ્રદર્શન:પંજાબ કૉંગ્રેસને સદ્દબુદ્ધિ આવે તે માટે શહેર ભાજપ દ્વારા ફુવારા ખાતે ધરણાં પ્રદર્શન યોજ્યું

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા

તાજેતરમાં જ પંજાબના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થામાં રહી ગયેલી ચૂક મામલે ગંભીર ષડયંત્ર કરવા બદલ કોંગ્રેસ પાર્ટીને સદબુદ્ધિ આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેર ભાજપ દ્વારા નવસારીના ફુવારા વિસ્તારમાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. તાજેતરમાં જ પંજાબમાં બનેલી ઘટનાનાને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી.

PM સાથે બનેલી ઘટનામાં ભાજપ-કોંગ્રેસ વિરોધ અને સમર્થન કરી રહ્યા છે,ત્યારે પંજાબથી શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનની સીધી અસર યુ.પી ઇલેકશનમાં દેખાઈ રહી છે.ત્યારે ભાજપ આ સમગ્ર વિવાદને PM નરેન્દ્ર મોદીના જીવના ખતરા સાથે જોડીને ઠેરઠેર વિરોધ પ્રદર્શન યોજીને કોંગ્રેસને આડેહાથ લઈ રહી છે.

શહેર ભાજપ પ્રમુખ અશ્વિન કાસુન્દ્રાના જણાવ્યા મુજબ પંજાબની કોંગ્રેસ સરકારને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે ઘટના બની છે તેને સમગ્ર ભારતે વખોડી કાઢી છે. ત્યારે અમે સૌ કાર્યકર્તાઓને ભેગા થઈને ફુવારા ખાતે આવેલી ગાંધી પ્રતિમાને સુતરની આંટી ચડાવી કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...