તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Citizens Presented To The Newly Appointed Municipal Corporation President About The Development Of 8 Villages Of Navsari Which Are Included In The Municipality.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:નવસારીના 8 ગામોનો પાલિકમાં સમાવેશ થતા તેમના વિકાસ અંગે નવનિયુક્ત પાલિકા પ્રમુખને શહેરીજનોએ રજૂઆત કરી

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિરાવળ ગામના અટકેલા વિકાસ કામો માટે રજૂઆત કરાઇ
 • વિકાસના કામો માટે સદાય તત્પર - નવા પ્રમુખ

નવસારી વિજલપોર નગરપાલિકાના નવા પ્રમુખ જીગીશ શાહને વિરાવળ ગામના રહીશો તેમજ આગેવાનો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

વિરાવળ ગામના વિકાસ કામો માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી.

ગામ પાલિકામાં સમાતા વિકાસના કામ રોકાયાહાલમાં નવસારી વિજલપોર નગરપાલિકામાં વિરાવળ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિરાવળ ગામનો સમાવેશ થવા પહેલા વિરાવળ ગામમાં તળાવ, ગટર લાઇનો, ખાડી ઉપર નવા પુલના વિકાસના કામો ચાલુજ હતા. પરંતુ હાલમાં સમાવિષ્ટ કરવાથી આ કામો સ્થગિત થઈ ગયા છે. જેને લઇ ગામના લોકો ચિંતામાં મુકાયા હતા. વિકાસના કામોને ફરીથી ચાલુ કરવામાં આવે એવી નવાપ્રમુખને રજૂઆત કરાઇગામના આગેવાનો, રહીશો નવા કોર્પોરેટર ધર્મેશ પટેલ, પિયુષ પટેલ, દુર્લભ પટેલ, નાનુ પટેલ, સંજય સોલંકી, ગોપાલ પટેલ, જીતેન્દ્ર પટેલ વિગેરે ભેગા થઈ ગામના વિકાસના કામોને ફરીથી ચાલુ કરવામાં આવે અને જે કામ સ્થગિત થયા છે એ કામોને ફરીથી ચાલુ કરવામાં આવે એવી નવા પાલિકા પ્રમુખ જીગીશશાહને રજૂઆતો કરવામાં આવી હતી. પ્રમુખ જીગીશ શાહ દ્વારા પણ એમની વાતોને ધ્યાને લઈ એમના ગામોની વિકાસના કામોની સમીક્ષા કરી અને એ સ્થગિત થયેલ તમામ કામોને ફરીથી ચાલુ કરવામાં આવશે અને વિકાસના કામો માટે સદાય તત્પર રહેશે એવું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો