તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સિનિયર કલાર્કની જગ્યાં અપગ્રેડ કરી પ્રમોશન આપવા જિલ્લા પ્રમુખ પ્રમુખને રાવ

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ ચીટનીશ કે હિસાબનીશ તરીકે હોદ્દો આપો

નવસારી જિલ્લા પંચાયતના કર્મચારીઓએ સિનિયર કલાર્કની જગ્યા રદ (અપગ્રેડ) કરી સીધા નાયબ ચીટનીશ કે નાયબ હિસાબનીશમાં પ્રમોશન મળવું જોઈએ તેવી નવસારી જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરાઈ હતી. નવસારી જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળન પ્રમુખ જીતેન્દ્ર પટેલ અને હોદ્દેદારોએ બઢતી બાબતે જિલ્લા પંચાયત પ્રમુખને વિવિધ રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે જિલ્લા પંચાયત વિભાગના કર્મચારીઓ કચેરી કામ હોય કે કુદરતી હોનારત સમયની કામગીરી હોય હંમેશા અગ્રેસર રહે જ છે અને નિષ્ઠાપૂર્વક અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરે છે.

દુઃખ સાથે કહેવું પડે છે કે ચૂંટણી, કુદરતી આપત્તિ જેવી કે વાવાઝોડું તેમજ વરસાદની પરિસ્થિતિ હોય અને તમામ હોનારત બન્યા બાદ સરવે કરવાનો હોય તો જિલ્લા-તાલુકા પંચાયતના કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવે છે, તેમ છતાં પણ પંચાયત વિભાગના જ કર્મચારીઓ અન્યાયનો ભોગ બને છે. જેમ મહેસુલ વિભાગમાં જુનિયર કલાર્કનું પ્રમોશન સીધા જ નાયબ મામલતદાર સવર્ગમાં મળે છે. જ્યારે પં. વિભાગમાં જુનિયર ક્લાર્કનું પ્રમોશન સિનિયર ક્લાર્ક અને ત્યારબાદ જ નાયબ ચીટનીશ કે નાયબ હિસાબનીશમાં મળે છે. જેથી સિનિયર કલાર્કની જગ્યા રદ (અપગ્રેડ) કરી સીધા નાયબ ચીટનીશ કે નાયબ હિસાબનીશમાં પ્રમોશન મળે તેવી અપીલ કરવામાં ‌આવી હતી.

અન્ય સમાચારો પણ છે...