મનોરંજન:નવસારી જિલ્લામાં બનેલી ‘ચોથો વાંદરો’ ફિલ્મ એ હિન્દુ-મુસ્લિમ એકતાનો નવો અરીસો છે

નવસારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈના બાળ અભિનેતા વેદ આંબરેની જોડી સાથે નવસારીના કલાકારો પણ છે

ભાસ્કર ન્યૂઝ | નવસારી મિત્રો સમાજનો અરીસો માનવામાં આવતી ફિલ્મો એક એવું માધ્યમ છે, જેના થકી ફિલ્મ સર્જક સમાજની જીવતી જાગતી તસ્વીરને જુદા જુદા સબજેક્ટ સાથે લોકો સમક્ષ રજુ કરતા આવ્યા છે. જોકે ફિલ્મોને સમાજના અરીસા સાથે મનોરંજનનું સૌથી મોટું સાધન પણ કહેવામાં આવે છે. આ વાત તદ્દન સાચી હોવા છતાંય કોઈક વાર એવી ફિલ્મો પણ દર્શક સામે આવી જતી હોય છે, જે ફિલ્મો લોકોના સમક્ષ મનોરંજનની સાથે સાથે સરસ મજાના મેસેજ પ્રસારિત કરી જતી હોય છે. ગુજરાતી ફિલ્મ ચોથો વાંદરો અનેરા નામની સાથે એક અનટચ સબજેક્ટ લઈને આ વર્ષે આવી રહી છે. જેમાં હિંદુ મુસલમાનના ભાઈ ચારાને, એમના એક બીજાના પ્રત્યે રખાતા વિચારોને અને જાત, પાત, ધર્મને છોડીને, માણસાઈ સર્વોપરી છે. એવી વ્યાખ્યાને પણ પુરવાર કરે છે. આ ફિલ્મમા સર્વ ધર્મ સંમભાવ, વસુધેવ કુટુંબકમ અને માણસ બસ માણસને કામે આવે એવા વિચારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ફિલ્મના વિષય વસ્તુને બે મુખ્ય કિરદાર એક ડોસા અને એક બાળકના માધ્યમથી બતાવામાં આવતા, મુખ્ય કિરદારમા એક બાજુ બિમલભાઈ ત્રિવેદી જેવા અનુભવી કલાકાર છે તો બીજી બાજુ બાળક એટલે 10 વરસના મુસ્લિમ છોકરા રહીમના કિરદારમા નજરે આવી રહયા છે. મુંબઈ મહારાષ્ટ્રના જાણીતા બાળ કલાકાર વેદ આંબરે. ગુજરાતી ફિલ્મોના અનુભવી એવા બિમલભાઈ ત્રિવેદી અને મુંબઈના જાણીતા બાળ અભિનેતા વેદ આંબરેની જોડી સાથે આ ફિલ્મમા નવસારીના કલાકારો પણ નજરે આવશે. જેમાં ખાસ છે. નવસારી શહેરના પ્રખ્યાત ડૉ. અહમદભાઈ મોલધરીયા, ફિલ્મ મા ટાઇટલ સંગીત રૂમી બારીયાનું છે. ફિલ્મના ગીતકાર દીપકભાઈ પટેલ અને પાર્શ્વ સંગીતકાર કેયુર ભગત છે. આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ નવસારી શહેર અને એના આજુબાજુના ગામોમાં કરવામાં આવ્યું છે. દેશ દુનિયા સુધી નવસારીની સુંદર છબી પહોંચે અને અહીંના કલાકારો આગળ વધે એવી પણ આશા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...