કોલેરા કંટ્રોલમાં:નવસારીના અંબાડા ગામમાં કોલેરાના કેસ કંટ્રોલમાં આવ્યા, આજે એકપણ નવો કેસ ના નોંધાતા રાહત

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 14 દર્દીને ડિસ્ચાર્જ કરાયા, 57 દર્દી હજી પણ સારવાર હેઠળ

નવસારી તાલુકાના અંબાળા ગામને ત્રણ દિવસ અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરી આસપાસના ૪ ગામોને પણ ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસમાં અંબાલામાં 71 કેસો નોંધાતાં તંત્ર યુધ્ધના ધોરણે કામગીરી આરંભી હતી, ખાસ કરીને પાણીના ફોલ્ટ સુધી તેનું સમારકામ અને આરોગ્ય વિભાગની ટીમને ગામમાં ઉતારી ઘરે-ઘરે સર્વે કરવામાં આવ્યો હતો.

જેના પરિણામે આજે ચોથા દિવસે અંબાલામાં કોલેરાનો એક પણ કેસ જોવા મળ્યો નથી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. નવસારી તાલુકાના અંબાડા ગામે બે દિવસ અગાઉ ઉઠેલા ઝાડા ઉલટીના વાવરને કારણે ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસમાં 71 દર્દીઓની સારવાર હેઠળ ખસેડાયા હતા. પરંતુ તંત્રની તાત્કાલિક કામગીરીને આરંભી હતી. જેમાં ગામમાં પીવાના પાણીની લાઈનમાં થયેલા ફોલ્ટનું સમારકામ કરવામાં આવ્યું હતું સાથેજ ગામમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને લોકોને ક્લોરીન યુક્ત પાણી પીવા માટેની સલાહ આપવામાં આવી હતી. જેનું પરિણામ સકારાત્મક મળ્યું અને આજે અંબાડા ગામે કોલેરાનો એક પણ કેસ નોંધાયો નથી. અંબાડા ગામે બોલેરા કંટ્રોલમાં આવતા જિલ્લા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. નવસારીના અંબાડા ગામે પ્રથમ દિવસે જ 39 લોકોની ઝાડા-ઊલટી થતાં દોડધામ મચી હતી, બીજા દિવસે વધુ 22 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે ત્રીજા દિવસે વધુ દર્દીઓ નોંધાતા કુલ 71 દર્દીઓ કોલેરાનો શિકાર બન્યા હતા. જેમાં ઘણાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં કુલ ચૌદ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે જ્યારે 57 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી પણ 30 દર્દીઓ ઘરે રહીને કોલેરાની સારવાર લઇ રહ્યા છે જ્યારે 17 દર્દીઓ અમદાવાદ જીએમડીસી ખાતે અથવા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...