પ્રતિબંધ:ડાંગ જિલ્લામાં ચાઈનીઝ દોરા લોન્ચર તેમજ તુક્કલ ઉપર પ્રતિબંધ મુકાયો

આહવા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકરસંક્રાંતિ પર્વ અંગે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

આગામી 14મીના રોજ મકરસંક્રાંતીનો તહેવાર આવતો હોય ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આ તહેવાર નિમિત્તે કેટલાક લોકો જાહેર માર્ગો પર પતંગ ઉડાડે છે અને કપાયેલ પતંગો અને દોરો વગેરે મેળવવા હાથમા લાંબા ઝંડા, વાંસ વગેરે લઈ રસ્તા- શેરીઓમાં દોડાદોડ કરતા હોય છે, જેના કારણે ટ્રાફીકને અડચણ થાય છે તેમજ ટેલિફોન/ઇલેક્ટ્રીકના તાર ઉપર લંગર નાંખી ભેરવાયેલા પતંગ કાઢવાના પ્રયત્નો કરે છે, તેથી બે ઈલેક્ટ્રીકના વાયરો ભેગા થવાથી શોટ સર્કિટની તથા તાર તૂટી જવાની સંભાવના રહેલી છે.

આ ઉપરાંત પતંગ ઉડાડવા ઘણાં લોકો ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય, આ દોરો કોઈ વ્યક્તિ પર પડે ત્યારે તે વ્યક્તિના અંગો કપાઈ જવાનો ભય રહે છે તેમજ પતંગ ઉડાડવાના દોરાના કારણે પક્ષીઓને ઈજા પહોંચવા તથા મોતના બનાવ પણ બને છે.

ઉત્તરાયણ/અન્ય તહેવારો વખતે ચાઈનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન વધારે પ્રમાણમા આકાશમા ઉડાડવામા આવે છે. આથી આવી બાબત નિવારવા તેમજ હાઈકોર્ટના ના. 22/12/15 ના આદેશ મુજબ અત્રેના તાબા હેઠળના વિસ્તારમા દર વર્ષની જેમ આ વર્ષે પણ 25મી જાન્યુઆરી સુધી ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા/ઉપયોગ કરવા ઉપર ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એ.ગાવિત દ્વારા જાહેરનામુ બહાર પાડી હંગામી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.

અન્ય સમાચારો પણ છે...