તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એનાલિસિસ:કુલ વસતિમાં બાળકો 20 ટકા, કેસ માત્ર 2.83 ટકા

નવસારી3 મહિનો પહેલાલેખક: ભદ્રેશ નાયક
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરે 1066 કોરોનાના કેસોના કરેલા વિશ્લેષણ દરમિયાન 1 થી 15 વર્ષના બાળકોના 30 કેસ જ બહાર આવ્યાનું જણાયું
  • નવસારીમાં 25 માર્ચથી 29 જૂન સુધીમાં કોરોનાની બીજી લહેરમાં બાળકોના પ્રમાણનું એનાલિસિસ

જિલ્લામાં 1 થી 15 વર્ષના બાળકો કુલ વસતિના અંદાજે 20 ટકા છે પણ કોવિડની બીજી લહેરમાં 3 ટકાથી ય ઓછા સંક્રમિત થયા છે. દિવ્ય ભાસ્કરે નોંધાયેલ 1066 કેસો આધારે કરેલ એનાલિસિસમાં આ બાબત બહાર આવી છે.નવસારી જિલ્લામાં હાહાકાર મચાવનારી કોરોનાની લહેરમાં હજારો લોકો સંક્રમિત થયા છે. 25 માર્ચથી 29 એપ્રિલ સુધીમાં સરકારી ચોપડે 5496 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં વૃદ્ધો, આધેડ, યુવાન અને બાળકો પણ સંક્રમિત થયા હતા.

સૌથી ઓછા બાળકો પ્રથમ લહેરની જેમ જ બીજી લહેરમાં પણ સંક્રમિત થયા હતા પરંતુ ખરેખર બાળકો કેટલા ટકા સંક્રમિત થયા ? આ અંગે દિવ્ય ભાસ્કરે બીજી લહેરના કેસોમાં બાળકો સંક્રમિત થવા અંગે એનાલિસિસ કરી. આ એનાલિસિસ દરમિયાન એ હકીકત બહાર આવી કે બીજી લહેરમાં નોંધાયેલ કુલ કેસોમાં 1 થી 15 વર્ષના બાળકો 2.83 ટકા સંક્રમિત થયા હતા, બીજા શબ્દોમાં કહીએ તો 3 ટકાથી ઓછા હતા. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લાની હાલની કુલ 15.22 લાખની વસતિનો અંદાજ મુકાય છે, જેમાં 1થી 15 વર્ષના બાળકોની અંદાજિત સંખ્યા 3 લાખ છે. એટલે કે કુલ વસતિના 20 ટકા જેટલી છે. આમ કુલ વસતિના પ્રમાણમાં બાળકો બીજી લહેરમાં પણ ખૂબ જ ઓછા સંક્રમિત થયા છે.

જિલ્લાના કુલ કેસોમાં 20 ટકા કેસના સેમ્પલ લઇ કરાયેલું એનાલિસિસ
દિવ્ય ભાસ્કર 25 માર્ચથી 29 જૂન સુધી બીજી લહેરમાં નોંધાયેલ કેસો અંગે એનાલિસિસ કર્યું છે. કુલ કેસોના 20 ટકા કેસોને સેમ્પલ લઈ એનાલિસિસ કર્યું છે. બીજુ કે આ એનાલિસિસ દર 5-5 દિવસના કેસો (દા.ત. 5,10,20 તારીખ એ રીતે)માં લેવાયા જેથી દરેક સમયનો તાગ મળી શકે અને ચોક્કસ માપદંડ આવી શકે.

શાળાઓ બંધ રાખવાથી ફાયદો
બાળકોને કોરોનાથી બચાવવા સરકારે શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. લગભગ 15 મહિના શાળાઓ બંધ રહી અને ઘરે બેસી ‘ઓનલાઈન’ શિક્ષણ જ લીધું. ટ્યૂશન-કોચિંગ કલાસો પણ બંધ હતા. શાળાઓ બંધ રહેવાથી બાળકોનો અન્ય સાથે સંપર્ક ઓછો થયો અને સંક્રમિત ઓછા થયા.

બાળકોનું કોવિડથી મૃત્યુ નહિવત
યુવાનો, આધેડ યા વૃદ્ધોની સંખ્યામાં બાળકો કોરોના પોઝિટિવ તો ઓછા થયા છે પરંતુ જે પણ પોઝિટિવ થયા છે તે મોટાભાગે રિકવર પણ થઈ ગયા છે. સ્મશાનગૃહ તથા સરકારી મૃત્યુના આંક જોતા બીજી લહેરમાં પણ 1થી 15 વર્ષના બાળકોના મૃત્યુની સંખ્યા લગભગ નહિવત છે.

વેક્સિનેશનની જાહેરાત પણ...
કોરોનાની બંને લહેરમાં બાળકોને ઓછી અસર થઈ હતી પરંતુ સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને એસર થવાની શક્યતા જોવાઈ રહીં છે. જેથી તેમને વેક્સિન આપવી જરૂરી છે. સરકારે આ બાબતે હાલ જણાવ્યું કે ઓગસ્ટ-જન્માષ્ટી પહેલા બાળકો માટે રસી ઉપલબ્ધ થઈ જશે. જોકે સ્થાનિક આરોગ્ય વિભાગને બાળકોના રસીકરણની જાણ હજુ થઈ નથી.

મુંબઇમાં એક સરવેમાં 50 ટકા બાળકોમાં એન્ટી બોડી મળી
હાલમાં જ મુંબઈમાં એક સીરો સરવે 1 એપ્રિલથી 15 જૂન દરમિયાન કરાયો હતો. લોહીના નમૂનાના પરિક્ષણના આધારે કરાયેલા સરવે દરમિયાન 50 ટકા બાળકોમાં એન્ટીબોડી મળી હતી, જે ચોંકાવનારી છે. આપણે ત્યાં પણ કેસ તો ઓછા નોંધાયા અને વધુ અસર થઈ પણ ઘણાં બાળકોમાં કોરોનાની એન્ટી બોડી મળે એવી શક્યતા છે.

બાળકોની ઈમ્યુનિટી સારી પણ કેરિયર બની શકે છે
બાળકોને કોરોના થયો હોય અને ટ્રીટમેન્ટ લેવી પડી હોય એવા કિસ્સા ઓછા છે એ સાચી વાત છે. જેનું એક કારણ તેમની ઈમ્યુનિટી પણ સારી હોય છે. બીજુ કે મારા મતે બાળકો કદાચ સંક્રમિત તો થયા હશે પરંતુ કોઈ અસર જ થઈ નહીં હોય જોકે બાળકોએ કેરિયર તરીકે બીજાને ચેપ લગાડ્યો હોઈ પણ શકે. અનેક મોટેરા ઘરની બહાર જ નીકળ્યાં ન હતા છતાં સંક્રમિત થયા હતા. > ડો. ડીકેશ પટેલ, કોવિડ તબીબ, નવસારી

અન્ય સમાચારો પણ છે...