તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટયાર્ડ:નવસારી APMCમાં ચીકુની હરાજી, પ્રથમ દિવસે જ મણનો 1161નો ભાવ બોલાયો

નવસારી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અહીંથી જયપુર, ઉદેપુર, આગરા, દિલ્હી નિકાસ થાય છે

નવસારી એપીએમસીના માર્કેટયાર્ડમાં પણ ચીકુની હરાજી શરૂ થઈ છે. પ્રથમ દિવસે 20 કિલોનો ભાવ 1161 રૂપિયા સુધી બોલાયો હતો.

નવસારી એપીએમસીના વિરાવળ સ્થિત મોરારજી દેસાઈ માર્કેટયાર્ડમાં પણ લાભપાંચમના દિવસથી ચીકુની હરાજી શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે અહીં 20 કિલોનો ભાવ ચીકુ 1 ના 1161 થી 751 રૂપિયા અને ચીકુ 2 નો ભાવ 190થી 151 રૂપિયા બોલાયો હતો.પ્રથમ દિવસે જોકે 1325 કિલો જ ચીકુ આવ્યા હતા.જોકે આગામી દિવસોમાં ક્રમશઃ જથ્થો વધશે. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી યાર્ડમાં નવસારી, જલાલપોર તાલુકામાંથી ચીકુ વધુ આવે છે,જે ચીકુનો જથ્થો અહીંથી જયપુર, ઉદેપુર, આગરા, દિલ્હી વગેરે જગ્યાએ જાય છે. ગત વર્ષે યાર્ડમાં ચીકુનો જથ્થો પ્રમાણમાં ઓછો આવ્યો હતો,આમ છતાં 11587 મણ ચીકુ આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો