50થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા:ચીખલીની કાવેરી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ, NDRFની ટીમ ન પહોંચી શકતા હેલિકોપ્ટરની મદદ લેવાઇ

નવસારી4 મહિનો પહેલા
  • ખૂંધ અને ગોલવાડ વિસ્તારમાંથી પાણીમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાયા
  • જિલ્લામાં વરસાદી આફતથી અનેક લોકો ઘરોમાં કેદ થયા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદે નવસારી જિલ્લાને ધમરોળ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી ગાંડીતૂર બનતાં 25 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું થે. NDRFની ટીમ ન પહોંચી શકતા ખૂંધ, ગોલવાડ અને અન્ય વિસ્તારમાંથી કુલ 50થી વધુ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે અને હજી હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરવાની કામગીરી ચાલુ છે. જ્યારે એનડીઆરએફની ટીમ દ્વારા પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે.

25 લોકોનું રેસ્ક્યૂ કરાયું
ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ચીખલી પંથકના કેટલાક વિસ્તારોમાં લોકો પાણીમાં ફસાઇ ગયા છે. નદી નજીક આવેલા મહોલ્લામાંથી 25 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા આવ્યા છે. જોકે, NDRF ન ટીમ પણ પહોંચી ન શકે તેવી સ્થિતી ઉત્પન્ન થતા જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક એરલિફ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં હેલિકોપ્ટર દ્વારા ખૂંદ અને ગોલવાડ વિસ્તારમાંથી સાતથી આઠ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

અનેક લોકો ઘરોમાં બંધ
આ ઉપરાંત ચીખલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે રહેણાંકમાં પાણી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે વહીવટી તંત્રએ તાત્કાલિક ત્યાં એનડીઆરએફની ટુકડી મોકલી હતી અને પીએસઆઇ દ્વારા પણ બાળકોનું રેસ્ક્યૂ કરાયું હતું. હાલમાં નવસારી શહેર અને જિલ્લો વરસાદી આફતથી અનેક લોકો ઘરોમાં કેદ થયા છે.

મહિલાઓના આંખોમાં આંસુ આવ્યા
આ ઉપરાંત અમલસાડ ગામમાં ફસાયેલા 15 જેટલા લોકોને એનડીઆરએફની ટીમે બહાર કાઢ્યા હતા. સુરક્ષિત બહાર આવતા મહિલાઓના આંખોમાં આંસુ આવ્યા હતા. અમલસાડ ગામમાં રહેતા 15 જેટલા લોકો પૂરના પાણીમાં વહેલી સવારથી ફસાયા હતા. SDRAFને જાણ થતા ટીમે દોઢ કલાકની જેહમત બાદ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ગણદેવી તાલુકામાં અંબિકા નદીના જળ સ્તરમાં વધારો થતા તમામ લોકો પ્રભાવિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...