તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધામાં વધારો:કોવિડ-19ના દર્દીની સારવાર માટે ચીખલીની સબ- ડિસ્ટ્રિકટ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ

નવસારી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 63 ઓકિસજન બેડની સુવિધા સાથે 15 સેન્ટ્રલી ઓકિસજનની વ્યવસ્થા

નવસારી જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સ્થાનિક કક્ષાએ કોરાનાની અદ્યતન સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સારવારની સુવિધાને વિસ્તારવામાં આવી છે. ચીખલીના ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ચીખલીમાં તાત્કાલિક ધોરણે 95 બેડની અદ્યતન કોવિડ હોસ્પિટલ સુવિધા કરાઇ છે. જે પૈકી 63 ઓકિસજન બેડની સુવિધા ધરાવે છે.

આ ઉપરાંત 15 સેન્ટ્રલી ઓકિસજનની વ્યવસ્થા અને સ્ટાફની સુવિધા પુરી પાડવામાં આવશે. ચીખલીની કોવિડ હોસ્પિટલમાં કોવિડ અને નોન કોવિડ દર્દીઓ માટે દાખલ દર્દીઓ સંબંધી અલગ અલગ એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ તેમજ સ્ટાફને સંક્રમણ ન લાગે તે માટે પુરતી સુરક્ષા- સાવચેતી અને ડોનીંગરૂમ, PPE કિટ અને અલગ રીફ્રેશમેન્ટ રૂમ સહિતની સુવિધા ઉપરાંત દર્દીના સગા માટે રજીસ્ટ્રેશન, હેલ્પ ડેસ્ક, કોલની સુવિધા અને દર્દીઓ માટે જમવાનું, ઉકાળો, દૂધ અને ફ્રુટની પણ સુવિધા આપવામાં આવનાર છે.

ચીખલીમાં આ હોસ્પિટલમાં રાઉન્ડ ધ કલોક સેવા માટે તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ રહેશે. ઓકિસજનની ઘટ ન પડે તે માટે 2 DURA સીલીન્ડરની ખરીદીની પ્રક્રિયા હાથ ધરાઇ છે તેમજ દર્દીઓને લેબોરેટરી અને અન્ય રિપોર્ટ માટે હેરાનગતિ ન થાય તે માટે લોકલ લેબોરેટરી સાથે MOU કરવામાં આવ્યા છે.

સર્વેલન્સ ટીમની સઘન કામગીરી
આ વિસ્તારમાં સર્વેલન્સની ટીમો બનાવીને સઘન કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયે અથવા દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેના વધુને વધુ ટેસ્ટ થાય તે માટે માટે ટીમવર્કથી સઘન કામગીરી કરવામાં આવી રહી છે. > ડી.ડી. જોગીયા, પ્રાંત અધિકારી, ચીખલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો