તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીખલી પૂર્વ ઉપ-સરપંચ હત્યા કેસ ઈન સાઈડ:પ્રેમિકાના પતિએ દારૂના નશામાં મર્ડરની કહાની કહેતા પોલીસ હત્યારી પ્રેમિકા સહિત ચાર સુધી પહોંચી

નવસારી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબેથી મૃતક પૂર્વ ઉપ-સરપંચ અને આરોપી પ્રેમિકા અને તેનો પતિ - Divya Bhaskar
ડાબેથી મૃતક પૂર્વ ઉપ-સરપંચ અને આરોપી પ્રેમિકા અને તેનો પતિ
  • હત્યા કેસમાં ઝડપાયેલા પ્રેમિકા સહિત ચાર આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાયો
  • ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાશે

ચીખલી તાલુકાના બામણવાડા ગામના પૂર્વ ઉપ-સરપંચની 6 માસ પહેલા હત્યા કરાઈ હતી. આ કેસમાં ફડવેલની પૂર્વ ઉપ-સરપંચની પ્રેમિકા, તેના પતિ ચિન્મય પટેલ સહિત ચાર લોકોને પોલીસે એક માસની સતત દેખરેખ બાદ ઝડપી પાડ્યા હતા. આ કેસ એક બાબત મુખ્ય એ રહી હતી કે, પ્રેમિકાનો પતિ દારૂના નશામાં મિત્રો સામે આખા મર્ડરની કહાની ઓંકી ગયો હતો. ત્યારબાદથી પોલીસ તેના પર સતત નજર રાખી રહી હતી.

ઘટના શું હતી?
ચીખલી તાલુકાના બામણવાડા ગામનાં પૂર્વ ઉપ-સરપંચ નિલેશ છના પટેલ (ઉ.વ. 37, રહે. પટેલ ફળિયું, બામણવાડા, ચીખલી)ની 2 માર્ચના રોજ ડેરીમાં નોકરી કરી ઘરે પરત ન આવતા બીજા દિવસે તેની હત્યા કરેલી લાશ મળી આવી હતી. પોલીસે આ બાબતે છ મહિના સુધી તપાસ કરી હતી. ત્યારબાદ મૃતકની પ્રેમિકા ધર્મિષ્ઠા, તેના પતિ ચિન્મય પટેલ અને તેના બે સાગરિત દીપેશ હળપતિ અને મનોજ હળપતિને ઝડપી પાડ્યા હતા. નાણાની લાલચ આપી બે સાગરિતની મદદ લઈને રાત્રિના સમયે બોલાવી હથિયારથી જીવલેણ ઘા મારી નિલેશ પટેલની હત્યા કરી હતી. નિલેશની લાશ અને બાઈક અલગ અલગ જગ્યાએ મૂકીને પુરાવાનો નાશ કર્યો હતો. આ હત્યા પ્રેમપ્રકરણ અને નાણાંની લેતીદેતીમાં કરી હોવાની માહિતી પોલીસને મળતા મૃતકની પ્રેમિકા અને પતિ સહિત ચારની અટક કરી હતી.

આરોપીએ દારૂના નશામાં કહ્યું- મેં નિલેશને મારી નાખ્યો
છેલ્લા 6 મહિનાથી પોલીસ હત્યાનો ભેદ ઉકેલવા માટે તમામ ફેક્ટર અને આ ઘટનામાં ભોગ બનનારની હિસ્ટ્રી તપાસી રહી હતી. જેમાં પ્રેમ પ્રકરણનું તથ્ય બહાર આવતા પોલીસ સતર્ક થઈને તે દિશામાં એક મહિનો સુધી ફિલ્ડિંગ ભરી હતી. પોલીસના માણસને ચિન્મયના ગ્રૂપમાં સામેલ કર્યો અને ત્યારબાદ આરોપી દારૂના શોખીન હોવાથી એમની અવાર નવાર પાર્ટીઓ ચાલતી હતી, પણ આરોપીને શું ખબર કે આ દારૂની પાર્ટી તેના માટે ભારે સાબિત થશે. થયું પણ તેવું જ નશામાં આવીને મેં નિલેશને મારી નાખ્યો હોવાનું કહી મર્ડરની કહાની કહેતાની સાથે પોલીસે વોચ ગોઠવી તમામ આરોપીને ઉઠાવી લીધા હતા.

હત્યાના બીજા દિવસે નિલેશની લાશ જોઈ આરોપી ચિન્મય રડ્યો હતો
3 માર્ચના રોજ નિલેશ પટેલની લાશ મળતા પોલીસે તેનો કબજો લઈને પીએમ અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે આરોપી ચિન્મય પટેલ પણ ત્યાં ગયો હતો અને મિત્ર નિલેશની લાશ જોઈને ધ્રુસકે ધ્રુસકે રડ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. જેથી પોલીસને ચિન્મય પટેલ પર શક ગયો ન હતો. જોકે, ચિન્મય પટેલે દારૂના નશામાં પોતે હત્યા કરી હોવાનું મિત્રોને જણાવ્યું હતું. ત્યારબાદ તેમના મિત્રોને ધમકી આપી હતી પરંતુ પોલીસે હત્યારાઓને શોધી કાઢ્યા હતા.

ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા સિરિયલ જોઇ હત્યાનો પ્લાન ઘડ્યો હતો
હત્યા કરનાર આરોપી ચિન્મય પટેલ અને પત્ની ધર્મિષ્ઠા ટીવી ઉપર ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા નિયમિત જોતા હતા. નિલેશને મારવા માટેનો પ્લાન પણ તેઓએ સિરિયલ જોઈ બનાવ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં ફોનનું લોકેશન ગુનાનું સ્થળ ન આવે તે માટે દરેકના ફોન પોતપોતાના ઘરે જ મૂકી દીધા, જે જગ્યા ઉપર સીસીટીવી ન હોય તેવા રસ્તાનો ઉપયોગ કર્યો, હત્યા કરતી વખતે ફિંગરપ્રિન્ટ ન આવે તે માટે દરેકે હાથમાં સેલોટેપ બાંધી હતી. હત્યા બાદ કપડાં, ચંપલ, સેલોટેપ સળગાવી દીધા, મૃતક નિલેશનો મોબાઈલ અવાવરું જગ્યા ઉપર ફેંકી દીધો હતો અને હત્યા કરી હત્યામાં વપરાયેલા લોખંડનો સળિયો, પાઈપ, કોદાળીનો હાથો તથા લાકડું ફેંકી પુરાવાનો નાશ કર્યો હતો.